એપશહેર

ઝૂંપડપટ્ટીમાં રહેતા 1250 પરિવારોની મદદે આવ્યો સચિન તેંડુલકર

લૉકડાઉનનો સૌથી વધુ માર વેઠનારા ગરીબ અને શ્રમજીવીઓ ભૂખ્યા ન સૂવે તે માટે આ મહાન ક્રિકેટરે ઝડપ્યું આ કામ

I am Gujarat 4 Aug 2020, 9:35 pm
મુંબઈ : દિગ્ગજ ભારતીય બેટ્સમેન અને 'ગોડ ઑફ ક્રિકેટ' સચિન તેંડુલકર જરૂરિયામંદ લોકોની અવારનવાર મદદ કરતો રહે છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ તેણે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોની મદદ કરી. લૉકડાઉનમાં ઘણા ગરીબ પરિવારો, ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
I am Gujarat sachin tendulkar came forward to help 1250 slum dwellers in covid19 hard time
ઝૂંપડપટ્ટીમાં રહેતા 1250 પરિવારોની મદદે આવ્યો સચિન તેંડુલકર


આવન-જાવન પર લાગેલા પ્રતિબંધોને કારણે પરિવારોમાં એકમાત્ર કમાનારા વ્યક્તિ પોતાના કામ માટે એકથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. બાન્દ્રા ઈસ્ટમાં એક NGO સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ સોશિયલ ચેન્જ (CSSC)એ એ સુનિશ્ચિત કરવામાં કોઈ કસર નથી છોડી કે, ત્યાં 1250 પરિવારના 6300 લોકોમાંથી કોઈ ભૂખ્યું રહે.

આ દરમિયાન સચિન મદદ માટે આગળ આવ્યો અને તેના તરફથી પરિવારોને બૉક્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. દરેક બૉક્સમાં ચોખા, ઘઉંનો લોટ, અડદની દાળ, ખાંડ, ચાનો પાઉડર, મસાલા, મીઠું, નહાવા અને ધોવાના સાબુ આપવામાં આવ્યા.

CSSC ટીમના અધ્યક્ષ SI ભોજરાજે કહ્યું કે, 'દહાડી મજૂરો, ઘરેલૂ સહાયકો, ફેરીવાળા અને અન્ય જરૂરિયામંદ વ્યક્તિઓના પરિવારો માટે આ પહેલ કરવામાં આવી હતી. તેઓ કોઈ વેતન વિના નોકરીઓથી બહાર હતા અને આ તણાવપૂર્ણ સ્થિતિમાં તેમને છોડવા નહોતા. અમે સચિન સહિત તે તમામ વ્યક્તિઓનો આભાર માનવા માગીએ છીએ જેમણે વંચિતો અને જરૂરિયાત મંદ પરિવારને ઉદારતાથી દાન આપ્યું.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો