એપશહેર

આફ્રિદીએ ફરી આલાપ્યો કાશ્મીર રાગ, આ વખતે અભિનંદન પર બોલ્યો આવું

Shailesh Thakkar | I am Gujarat 26 May 2020, 11:38 pm
નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફરી એકવાર કાશ્મીર અંગે નિવદન આપ્યું છે. સાથે જ તેણે બહાદુર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પર પણ કટાક્ષ કર્યો છે. પૂર્વ પાકિસ્તાની કેપ્ટનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં આફ્રિદી એમ કહી રહ્યો છે કે, જો કાશ્મીરમાં હિન્દુઓ પર અત્યાચાર થતો હોત તો તે તેના વિરુદ્ધમાં પણ અવાજ ઉઠાવત.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:આફ્રિદીના આ વિડીયોમાં ટીવી એન્કરના સવાલ પર બોલે છે, ‘જો કાશ્મીરમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા હોત તો તેના વિરુદ્ધ પણ અવાજ ઉઠાવત. વાત ધર્મની નથી, વાત માનવતાની છે. પાકિસ્તાનના સૈન્યએ હંમેશાં ભારતને પોઝિટિવ સંકેતો આપ્યા છે. અમે હંમેશાંથી બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવા માગીએ છીએ. ધર્મને ક્યારેય કોઈ રાજકારણની વચ્ચે ન લાવવો જોઈએ.’
તેણે આગળ કહ્યું કે, ‘પાકિસ્તાની ફોજ હંમેશાં પોઝિટિવ રહી છે. આનું સૌથી મોટું ઉદાહરણ શું હોઈ શકે છે કે, જે ભાઈ (અભિનંદન વિશે) અમારી પાસે ઉડીને આવ્યા, અમે તેમને ચા પીવડાવીને ઈજ્જત સાથે પરત મોકલ્યા. અમે જેમને હવામાંથી પાડ્યા, ભારતે તેને ત્યાં હીરો બનાવી દીધો. આનાથી વધુ અમે તેમના માટે શું કરી શકીએ.’આ ઉપરાંત તેણે કહ્યું કે, ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને યુવરાજે તેના વિશે જે પણ કહ્યું તે બધું મજબૂરીમાં કહ્યું. આફ્રિદીએ આના પહેલા કાશ્મીર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું હતું જ્યારબાદ સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં ભારતીય ક્રિકેટ જગતે પણ તેને આડા હાથે લીધો હતો.

Read Next Story