એપશહેર

INDvPAK: મેચ પહેલા સાનિયા સાથે હુક્કા પાર્ટીમાં હતો શોએબ મલિક? PAK ફેન્સ ભડક્યા

Yogesh Gajjar | I am Gujarat 17 Jun 2019, 2:37 pm
ભારત સાથે વર્લ્ડકપ મેચમાં હાર બાદ પાકિસ્તાની પ્રશંસકો પોતાની ટીમના ખેલાડીઓની ખૂબ નિંદા કરી રહ્યા છે. રવિવારે મેન્ચેસ્ટરમાં થયેલા આ મુકાબલામાં ભારતે ડકવર્થ લૂઈસ નિયમથી પાકિસ્તાનને 89 રને હરાવ્યું. જે બાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ફેન્સ પોતાની ટીમના કેપ્ટન અને બેટ્સમેનોની ક્લાસ લગાવી રહ્યા છે…. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન સરફરાઝ જ્યાં મેચ દરમિયાન બગાસા ખાવાના કારણે ટ્રોલ થયો તો ફિટનેસને લઈને પણ પાકિસ્તાની ખેલાડીઓ પર ફેન્સ નિશાનો સાધી રહ્યા છે. ભારત સામેની મેચમાં પાકિસ્તાની ક્રિકેટર અને ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિક શૂન્ય રને આઉટ થયો. એવામાં ફેન્સનું તેના પર ગુસ્સે થવું માની શકાય. આ પહેલાની બે મેચોમાં પણ તેનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું.
ફેંસ તો એમ પણ નારાજ હતા પરંતુ એક વીડિયોએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. ટ્વીટર પર એક વીડિયો ખૂબ જ શેર કરાઈ રહ્યો છે. જેમાં શોએબ પોતાની પત્ની સાનિયા મિર્ઝા અને અન્ય ખેલાડીઓ સાથે પાર્ટી કરતા દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં મેચ પહેલાનો કહેવાઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ હુક્કો પીતા દેખાઈ રહ્યો છે જ્યારે શોએબ પોતાની પત્ની સાનિયા સાથે બેઠેલો દેખાય છે. મેચ બાદ પાકિસ્તાનમાં ટ્વીટર પર શીશા ટોપ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. એક યુઝરે લખ્યું મેચથી 7 કલાક પહેલા શીશા (હુક્કા) પીવાની અસર.
પાકિસ્તાની ફેન્સે વીડિયા સાથે લખ્યું. જુઓ મેચ પહેલા અમારા ખેલાડીઓ કેટલી આકરી મહેનત કરી રહ્યા હતા. એક યુઝરે લખ્યુ, હવે ક્રિકેટ નહીં, ઉબર ડ્રાઈવર બનવું જ તમારા નસીબની વાત છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો