એપશહેર

ટીમ ઈન્ડિયામાં નંબર 4 પર પ્રશ્નાર્થ, ચેતેશ્વર પૂજારાએ કહ્યું- 'હું ભરી શકું છું જગ્યા'

શિવાની જોષી | I am Gujarat 16 Jul 2019, 12:59 pm
ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ક્રિકેટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, જો વન ડેમાં રમવાની તક મળશે તો નંબર 4 પર પોતાની ક્ષમતા બતાવી શકે છે. ચેતેશ્વરે કહ્યું, “ઘરેલુ ક્રિકેટમાં નાના ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન રહ્યું છે. ટેસ્ટમાં પણ પર્ફોર્મન્સ સારું રહ્યું છે. અને જો તક મળશે તો વન ડે ક્રિકેટમાં મારી ક્ષમતા સાબિત કરીને રહીશ.” હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, ટીમમાં પસંદગી થવી તેના હાથમાં નથી પરંતુ બેટ્સમેન હોવાના કારણે તે ત્રણેય ફોર્મેટમાં રમવા માગે છે. પૂજારાએ કહ્યું, “હું બ્લૂ જર્સી પહેરવા માટે ઉત્સુક છું અને પહેરવા પણ માગુ છું.” ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપમાં બેટિંગ ઓર્ડરમાં ચોથો ક્રમ ટીમ ઈન્ડિયાની નબળાઈ રહ્યો. જેના પરિણામે સેમિ ફાઈનલ સુધી પહોંચેલી ભારતીય ટીમ ફાઈનલમાં ના પહોંચી શકી. ટીમમાં ચોથા નંબરને લઈને લાંબા સમયથી સમસ્યા છે. વર્લ્ડ કપમાં કે એલ રાહુલ ચોથા નંબરે હતો પરંતુ શિખર ધવન ઈજાગ્રસ્ત થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. પરિણામે કે એલ રાહુલ બેટિંગ ઓર્ડરમાં ઉપરના ક્રમે આવી ગયો અને ચોથા નંબરની જગ્યા ખાલી પડી. કે એલ રાહુલ બાદ વિજય શંકરે ચોથા નંબરે બેટિંગ કરી પરંતુ તે પણ ઘાયલ થયો. તેના સ્થાને ઋષભ પંત આવ્યો. જો કે, કોઈપણ બેટ્સમેન આ સ્થાન મજબૂત ના કરી શક્યો. ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ સ્વીકાર્યું કે ટીમ ઈન્ડિયાને નંબર ચાર પર મજબૂત બેટ્સમેનની જરૂર છે અને વર્લ્ડ કપમાં આ નબળું પાસું રહ્યું. રાજકોટનો ચેતેશ્વર પૂજારા નજર હાલ તો વેસ્ટ ઈન્ડિઝની ટૂર અને ટેસ્ટ ચેમ્પિયનશીપ પર મીટ માંડીને બેઠો છે. ટીમમાં સ્થાન મેળવવા માટે તે ખાસ્સી મહેનત કરી રહ્યો છે. ફાસ્ટ અને બાઉન્સી પીચ પર રમવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. પૂજારાએ કહ્યું, પહેલા ટેસ્ટ સીરીઝ જીતવા માટે એવું હતું કે, ત્રણમાંથી બે મેચ જીતો અને એક હારી જાવ તો પણ સીરીઝ તમારા નામે થઈ જાય. પરંતુ દરેક મેચના પોઈન્ટ હશે જેનાથી ટેસ્ટ ચેમ્પિયનશીપની લોકપ્રિયતા વધશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો