એપશહેર

નિવૃત્તિ પછી તરત ધોનીને ભાજપના દિગ્ગજ નેતાની સલાહ, 2024ની ચૂંટણી લડે ક્રિકેટર

ભાજપના નેતાએ ધોનીના રિટાયરમેન્ટ અંગે લખ્યું કે, ' તેમણે જે પ્રતિભા અને ક્ષમતા ક્રિકેટમાં દેખાડી છે, તેની સાર્વજનિક જીવનમાં જરૂર છે, તેમને 2024ની લોકસભા ચૂંટણી લડવી જોઈએ.'

I am Gujarat 16 Aug 2020, 11:43 pm
પૂર્વ ભારતીય કેપ્ટને 15 ઑગસ્ટની સાંજે ઈન્ટનેશનલ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિની ઘોષણા કરી દીધી. અહીંથી જ તેના ફેન્સ હવે તેના ફ્યૂચર પ્લાનિંગ વિશે અટકળો લગાવતા થઈ ગયા અને રાહ જોઈ રહ્યા છે કે, હવે ધોની આગળ શું કરશે.
I am Gujarat subramanian swamy offer to ms dhoni to fight genral election
નિવૃત્તિ પછી તરત ધોનીને ભાજપના દિગ્ગજ નેતાની સલાહ, 2024ની ચૂંટણી લડે ક્રિકેટર


આ બધાની ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ધોનીને 2024ની ચૂંટણી લડવાની સલાહ આપી દીધી છે. જોકે, સ્વામીએ એવું નથી કહ્યું કે, ધોનીએ કઈ પાર્ટી તરફથી ચૂંટણી લડવી જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી 'MS ધોની ક્રિકેટથીમાં રિટાયર થઈ રહ્યા છે બીજી કોઈ વસ્તુમાંથી નથી. વિષમતાઓથી લડવાની તેમની પ્રતિભા અને એક ટીમનું પ્રેરણાદાયક નેતૃત્વ કરવાની જે ક્ષમતા તેમણે ક્રિકેટમાં દેખાડી છે, તેની સાર્વજનિક જીવનમાં જરૂર છે, તેમને 2024ની લોકસભા ચૂંટણી લડવી જોઈએ.'

જણાવી દઈએ કે, 2019માં લોકસભા ચૂંટણી પહેલા તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહે 'સંપર્ક સે સમર્થન' અભિયાન અંતર્ગત ધોનીની મુલાકાત કરી હતી. ધોનીના રિટાયર્મેન્ટ બાદ અમિત શાહે ટ્વીટ કરી હતી કે, 'હું આશા રાખું છું કે, તે આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટને મજબૂત કરતા રહેશે. ભવિષ્યની યોજનાઓ માટે તેમને શુભેચ્છાઓ.'

જણાવી દઈએ કે, ધોની જુલાઈ 2019માં વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છેલ્લી મેચ રમ્યો હતો. ત્યારબાદથી જ તેની નિવૃત્તિ અંગે સતત અટકળો લાગી રહી હતી. 15મી ઑગસ્ટની સાંજે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની નિવૃત્તિની ઘોષણા કરી દીધી.

ઉલ્લેખનીય છે કે, ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે પણ તે IPLમાં રમવાનું ચાલુ રાાખશે. 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી IPLની 13મી સિઝનમાં તે ચેન્નઈ સુપરકિંગ્સનું નેતૃત્વ કરતો જોવા મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો