એપશહેર

IND vs NED મેચ સમયે સર્જાયો રોમેન્ટિક માહોલ, ભારતીય ફેને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરીને રિંગ પહેરાવી

ભારત સામે નેધર્લેન્ડ મેચ સમયે એક ભારતીય ફેન્સે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતા રિંગ પહેરાવી છે. આ ઘટનાનો એક વિડીયો ICCએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટથી શેર કર્યો છે. ભારતે નેધર્લેન્ડને 56 રનથી હારાવ્યું હતું.આ મેચમાં રોમેન્ટિક માહોલ સર્જાયો હતો, હકીકતમાં ભારતીય ફેને નેધર્લેન્ડની ઈનિંગ સમયે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરીને રિંગ પહેરાવી હતી.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 27 Oct 2022, 9:23 pm
સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી અને રોહિત શર્માએ અડધી સદી ફટકારતા ભારતે ગુરુવારે નેધર્લેન્ડને 56 રનથી હરાવી T20 વિશ્વ કપમાં સતત બીજી જીત હાંસલ કરી છે. આ જીત સાથે જ ભારત માટે સેમીફાઈનલમાં પહોંચવાની આશા વધુ મજબૂત થઈ ગઈ છે. આ મેચમાં રોમેન્ટિક માહોલ સર્જાયો હતો, હકીકતમાં ભારતીય ફેને નેધર્લેન્ડની ઈનિંગ સમયે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરીને રિંગ પહેરાવી હતી. આ અંગેનો વિડીયો ICC એ તેના અકાઉન્ટથી પણ શેર કર્યો છે.
I am Gujarat t20 Match
ભારત-નેધર્લેન્ડ મેચ સમયે રોમેન્ટિક દ્રશ્ય સર્જાયું હતું

View this post on Instagram A post shared by ICC (@icc)

ભારત સામે નેધર્લેન્ડ મેચ સમયે એક ભારતીય ફેન્સે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતા રિંગ પહેરાવી છે. આ ઘટનાનો એક વિડીયો ICCએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટથી શેર કર્યો છે. ભારતે નેધર્લેન્ડને 56 રનથી હારાવ્યું હતું. આ ક્ષણને અનેક પ્રેક્ષકો દ્વારા વધાવી લીધી હતી.
ICCએ શેર કર્યો વિડીયો
ICC દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં ઈન્ડિયા ફેન તેમના ઘૂટણ પર બેસીને ગર્લફ્રેન્ડને રિંગ પહેરતો દેખાડ્યો હતો અને તે સમયે છોકરીએ હા પાડી હતી. મેચનું પ્રસારણ કરી રહેલા બ્રોડકાસ્ટર્સે હૃદયને સ્પર્શી લેનારી આ ઘટનાની ક્ષણને દર્શાવી હતી. ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલા આ T20 વર્લ્ડકપ મેચમાં ભારતીય પ્રશંસકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.
180 રનના લક્ષ્યાંક સામે નેધર્લેન્ડની ટીમ 123 રનમાં આઉટ
આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા નેધર્લેન્ડનો સામનો 180 કરવાનો લક્ષ્ય આપ્યો હતો. તેના જવાબમાં નેધર્લેન્ડની ટીમ ફક્ત 123 રન બનાવી શકી હતી. નેધર્લેન્ડની ઈનિંગ સમયે આ રોમેન્ટિક માહોલ જોવા મળ્યો હતો. ભારતીય ફેન્સે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતા આજુબાજુમાં રહેલા પ્રેક્ષકોએ પણ તેના આ રોમેન્ટિક અંદાજને ખૂબ જ આનંદના માહોલમાં વધાવી લીધી હતી. છોકરીના ચહેરા પર પણ ખૂબ જ ખુશી જોવા મળતી હતી. સમગ્ર સોશિયલ મીડિયા પર આ પ્રેમીઓનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Read Next Story