એપશહેર

T20 World Cup: સેમીફાઈનલમાં પહોંચવાથી પાકિસ્તાનની ઈજ્જત જ નહીં, બાબર આઝમ અને રમીઝ રાજાની નોકરી પણ બચી ગઈ

T20 World Cup- બાબર આઝમના સુકાનીપદ હેઠળ પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલ સુધી પહોંચી તો ગઈ છે, પરંતુ કેપ્ટનના પર્ફોમન્સની ખૂબ ટીકા થઈ છે. અત્યાર સુધી બાબર આઝમ પાસેથી સુકાનીપદ પાછું લેવાની માંગ પાકિસ્તાનના જ પૂર્વ ક્રિકેટરો કરી રહ્યા હતા. જો કે હવે ટીમ આગળ વધી છે તો લોકોના સુર બદલાયા છે.

Edited byZakiya Vaniya | TNN 7 Nov 2022, 12:41 pm
નવી દિલ્હી- ICC T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનની ટીમ સેમીફાઈનમાં પહોંચી તો સુકાની બાબર આઝમ અને PCBના પ્રમુખ રમીઝ રાજાએ રાહતનો શ્વાસ લીધો હતો. ટૂર્નામેન્ટમાં બાબર આઝમનું એક સુકાની તરીકે જે પ્રકારનું પ્રદર્શન હતું તે જોઈને ખૂબ ટીકા કરવામાં આવી હતી. અનેક પૂર્વ ક્રિકેટરોએ બાબર પર રોષ ઠાલવ્યો. આટલુ જ નહીં, તેને સુકાનીપદ પરથી હટાવવાની પણ માંગ કરવામાં આવી હતી. જો કે હવે ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે તો બાબરનું સુકાનીપદ બચી જશે તેમ લાગી રહ્યું છે.
I am Gujarat ramiz raja
સેમીફાઈનલમાં પહોંચી ગયું પાકિસ્તાન.


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ પર પણ પૂર્વ ક્રિકેટરો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેમણે રમીઝ રાજાને ખૂબ ખરીખોટી સંભળાવી છે. માનવામાં આવી રહ્યુ હતું કે, T20 વર્લ્ડ કપમાં ટીમના નિરાશાજનક પ્રદર્શનને કારણે તેમને લગતો પણ કોઈ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી હતી.

T20 World Cup Semi-final: પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચતા શોએબ અખ્તરે સાઉથ આફ્રિકાની મજાક ઉડાવી દીધી
પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાની યૂટ્યુબ ચેનલ પર ઝિમ્બાબવે સામેની હાર પછી ગુસ્સો નીકાળ્યો હતો. શોએબ અખ્તરે તો ત્યાં સુધી પણ કહ્યુ હતું કે, પાકિસ્તાનની ટીમ આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયાથી પાછી આવી જશે. તેમણે ટીમના પ્લેયર્સને પણ ખૂબ ખરીખોટી સંભળાવી હતી. ખાસ કરીને બાબર અને રિઝવાનની બેટિંગની ટીકા કરી હતી. જો કે પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચ્યું તો શોએબ અખ્તરના સુર બદલાઈ ગયા છે.

પાકિસ્તાનના જ પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ભારત અને ઝિમ્બાબવે સામેની હાર પછી બાબર આઝમના સુકાનીપદ પર પ્રશ્નો ઉભા કર્યા હતા. આમિરે ભારત સામેની મેચ પછી કહ્યુ હતું કે, બાબરની કેપ્ટનશિપ સારી નહોતી અને તેના દ્વારા લેવામાં આવેલા ખોટા નિર્ણયોને કારણે ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે કહ્યુ હતું કે, જો બાબર આઝમ મને પોતાનો મોટો ભાઈ માને છે તો તેમણે સુકાનીપદ છોડી દેવું જોઈએ. અકમલ બાબરના સુકાનીપદથી ઘણાં નિરાશ હતા, અને તેમણે કહ્યુ હતું કે, તે પ્રેશરમાં સ્થિતિ સંભાળી શકતો નથી.



જો કે હવે પાકિસ્તાનની ટીમ આગળ વધી છે તો આ ટીકાકારોના સુર પણ બદલાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા સુધી જે બાબર આઝમના સુકાનીપદ પર પ્રશ્નો થઈ રહ્યા હતા, તેમના સમર્થનમાં હવે બોલી રહ્યા છે. ટીકા કરનારા પૂર્વ ક્રિકેટર્સ હમણાં ખુશીથી ઉછળી રહ્યા છે. નોંધનીય છે કે બાબર આઝમના સુકાનીપદની ટીકા એટલા માટે પણ થઈ રહી છે કે, ટી20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં તે ફ્લોપ સાબિત થયો. બાબર અત્યાર સુધીની પાંચ મેચમાં માત્ર 39 રન જ બનાવી શક્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો