એપશહેર

ટીમ ઈન્ડિયાનો ડ્રેસ ઑરેન્જ થશે? જાણો વર્લ્ડ કપની વચ્ચે કેમ છે ચર્ચા

Shailesh Thakkar | TNN 20 Jun 2019, 5:52 pm
જૉન સરકાર/કે શ્રીનિવાસ રાવ, નવી દિલ્હી : વર્લ્ડ કપની કેટલીક મેચોમાં ભારતીય ટીમ ભૂરા રંગને બદલે ઑરેન્જ જર્સી પહેરીને ઉતરી શકે છે. ભારતીય ટીમની આગામી મેચોમાં 22 જૂને અફઘાનિસ્તાન, 27 જૂને વેસ્ટ ઈન્ડીઝ અને પછી 30 જૂને ઈંગ્લેન્ડ સામે તેની ટક્કર થવાની છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો સોશિયલ મીડિયા પર પણ આ વાતની ચર્ચા થઈ રહી છે કે, ટીમ ઈન્ડિયાની વૈકલ્પિક જર્સી કેવા રંગની હશે. આ બધાની વચ્ચે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય ટીમ અફઘાનિસ્તાનની સામે શનિવારે ઑરેન્જ કલરની જર્સી પહેરીને રમવા ઉતરી શકે છે. સૂત્રોનું માનીએ તો આવું ઈંગ્લેન્ડ વિરુદ્ધની થનારી મેચમાં બની શકે છે કે, ટીમની જર્સીનો રંગ ઑરેન્જ હશે. આ છે કારણ આવું એટલા માટે કારણ કે, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ બંને ટીમોની જર્સીનો રંગ ભૂરો છે. ICCના નિયમો અનુસાર, કોઈપણ એવી મેચમાં, જેનું પ્રસારણ ટીવી પર થાય છે તેમાં બંને ટીમો એક જ રંગની જર્સી પહેરીને મેદાનમાં ન ઉતરી શકે. આ નિયમ ફૂટબોલના ‘હોમ ઓર અવે’ મેચોમાં પહેરાતી જર્સીથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યો છે.
ઑરેન્જ રંગની જર્સી પર હશે ભૂરી પટ્ટી ટીમ ઈન્ડિયાની જર્સીનો રંગ ભૂરો છે અને તેના કૉલરમાં ઑરેન્જ રંગની પટ્ટી છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં તે ઉલટું થઈ શકે છે. ટીમ ઈન્ડિયાની જર્સી ઑરેન્જ હોઈ શકે છે, જેમાં ભૂરા રંગની પટ્ટી કૉલર પર હશે. સાથે જ એવી શક્યતા પણ છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ વન-ડે મેચોમાં ભારતની જર્સીનો રંગ બદલાયેલો હશે. મેજબાન ઈંગ્લેન્ડને છૂટ મેજબાન ટીમને આવા મામલે છૂટ મળશે. આવા નિયમમાં કોઈપણ મેજબાન ટીમને પોતાની પૂર્વ નિર્ધારિત રંગની જર્સી પહેરવાની પરવાનગી હશે. હાલ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં રમાઈ રહ્યો છે અને મેજબાન હોવાના હોદ્દે તેને પૂર્વ નિર્ધારિત ભૂરા રંગની જર્સી પહેરવાની પરવાનગી મળશે.
સાઉથ આફ્રિકાએ બદલી જર્સી ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશિપવાળી ટીમ સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશની ગ્રીન ટી-શર્ટને ધ્યાનમાં રાખી પીળા રંગની જર્સી પહેરી હતી. જોકે, પાકિસ્તાનની જર્સીનો રંગ પણ ગ્રીન છે અને તેને આમાં છૂટ આપવામાં આવી. આ મુદ્દા સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું કે, ‘ભારતીય ખેલાડીઓ ગત સપ્તાબ પહેલા સુધી પોતાની જર્સી જોઈ નહોતી.’ જોકે, કેટલાક સ્ટેકહોલ્ડર્સને આ વિશે હજુ પણ જાણકારી નથી કે, ટીમને નવા રંગની જર્સી પહેરવાની જરૂર છે કે નહીં. ભારતીય ટીમની કિટ સ્પૉન્સર નાઈકના પ્રવક્તાએ આ વિશે કંઈપણ કહેવાની ના પાડી દીધી. જણાવી દઈએ કે, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝની ટીમોને પોતાની જર્સીના રંગ બદલવાની જરૂર નથી કારણ કે, તેમનો કલર અન્ય કોઈ સાથે મેળ ખાતો નથી. સેમી ફાઈનલ તરફ આગળ વધી રહી છે ઈન્ડિયા ઈંગ્લેન્ડની મેજબાનીમાં અત્યાર સુધી વર્તમાન વર્લ્ડ કપમાં 25 મેચો રમાઈ ચૂકી છે. ભારતીય ટીમ પોતાની ચાર મેચોમાંથી હજુ એક પણ મેચ હારી નથી. ભારતીય ટીમ મજબૂતીથી આગળ વધી રહી છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ અત્યાર સુધી 4માંથી 3 મેચો જીતી ચૂકી છે જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો