એપશહેર

કોહલીએ પોન્ટિંગ બાદ બ્રેડમેનને પણ પાછળ છોડ્યા, બનાવ્યો આ રેકોર્ડ

Yogesh Gajjar | I am Gujarat 26 Nov 2017, 11:39 pm
I am Gujarat virat kohli breaks don breadmen and ricky pontings record
કોહલીએ પોન્ટિંગ બાદ બ્રેડમેનને પણ પાછળ છોડ્યા, બનાવ્યો આ રેકોર્ડ


કરિયરના શાનદાર ફોર્મમાં કોહલી

પોતાના કરિયરના શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીએ નાગપુર ટેસ્ટના ત્રીજા દિવસે બેટિંગમાં કેટલાય રેકોર્ડ બનાવ્યા. કોહલીએ ત્રીજા દિવસે 54 રનથી રમવાનું શરૂ કર્યું હતું. અને સૌથી પહેલા 19મી ટેસ્ટ સેન્ચુરી પુરી કરી અને એક કેલેન્ડર યરમાં કેપ્ટન તરીકે સૌથી વધારે સદી ફટકારવાના મામલે રિકી પોન્ટિંગ અને ગ્રેમ સ્મિથને પાછળ છોડી દીધા.

ફટકારી 5મી બેવડી સદી

સદી ફટકાર્યા બાદ કેપ્ટન કોહલીએ પોતાની 5મી બેવડી સદી પણ પુરી કરી. આ સાથે જ કેપ્ટન તરીકે સૌથી વધારે બેવડી સદી મામલે વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારા અને સાથે જ સંયુક્ત રીતે પહેલા નંબરે પહોંચી ગયો છે. લારાના નામે કેપ્ટન તરીકે ટેસ્ટમાં 5 બેવડી સદી લગાવવાનો રેકોર્ડ છે. આટલું જ નહીં વર્લ્ડ ક્રિકેટના મહાન બેટ્સમેન રહેલા સર ડોન બ્રેડમેનને પણ પાછળ છોડી દીધા છે.

બ્રાયન લારાની કરી સમખામણી

5 બેવડી સદી- બ્રાયન લારા, વિરાટ કોહલી4 બેવડી સદી- સર ડોન બ્રેડમેન, ગ્રીમ સ્મિથ, માઈકલ ક્લાર્ક

267 બોલમાં ફટાકરી બેવડી સદી

કોહલીએ કેપ્ટન તરીકે પાંચમી બેવડી સદી ફટકારતા 267 બોલમાં 17 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 213 રનની ઈનિંગ રમી. તેણે રોહિત શર્મા સાથે પાંચમી વિકેટ માટે 173 રનની ભાગીદારી પણ બનાવી. જેના કારણે ભારતે પોતાની પ્રથમ ઈનિંગ 610 રન બનાવીને ડિકલેર કરી. કોહલીએ ચેતેશ્વર પૂજારા સાથે ત્રીજી વિકેટ માટે 183 રન જોડ્યા. આ ઉપરાંત ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે પણ 128 રન ફટકાર્યા હતા. આ ત્રીજી વાર છે જ્યારે ભારતના ચાર બેટ્સમેનોએ ઈનિંગમાં સદી ફટકારી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો