એપશહેર

OMG! પાકિસ્તાનની આખી ટીમ કરતા એકલા વિરાટ કોહલીની સેલેરી વધારે છે??

Yogesh Gajjar | I am Gujarat 19 Jun 2019, 10:51 am
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાયેલા 2019ના વર્લ્ડકપમાં 16 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં ભારતે ડકવર્થ લૂઈસ નિયમથી 89 રને જીત મેળવી. વર્લ્ડકપમાં સતત 7મી વખત હાર બાદ પાકિસ્તાનની ટીમની તેમના જ પૂર્વ ક્રિકેટરો અને ફેન્સ નિંદા કરી રહ્યા છે. જોકે અહીં ખાસ વાત એ છે કે પાકિસ્તાનની ટીમના 32 ખેલાડીઓને મળતી વાર્ષિક સેલેરીની એકલા વિરાટ કોહલીની સેલેરી બરાબર થાય છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટ દ્વારા બીસીસીઆઈ તરફથી સેલેરી આપવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટની યાદીમાં જૂનિયર તથા સીનિયર ખેલાડીઓને A,B,C અને D એમ કુલ ચાર ગ્રેડમાં સેલેરી અપાય છે. વિરાટ કોહલી બીસીસીઆઈને A-ગ્રેડમાં આવે છે અને તેને વાર્ષિક કુલ 7 કરોડ રૂપિયા મળે છે. જ્યારે પાકિસ્તાની ટીમના 32 ખેલાડીઓની સેલેરી ભારતીય રૂપિયા મુજબ 7 કરોડ 43 લાખ રૂપિયા થાય છે. પાકિસ્તાની ક્રિકેટરોને PCB દ્વારા વાર્ષિક સેલેરી આપવામાં આવે છે. PCBએ ખેલાડીઓના A,B,C,D અને E એમ કુલ પાંચ ગ્રેડમાં સેલેરી મળે છે. તેમાંથી A ગ્રેડમાં 6 ખેલાડીઓને વાર્ષિક 48 લાખ રૂપિયા મળે છે. જેનું કુલ ટોલ઼ટલ 2.88 કરોડ રૂપિયા થાય. B ગ્રેડના 6 ખેલાડીઓને વાર્ષિક 30 લાખ રૂપિયા (કુલ 1.80 કરોડ) મળે છે. C ગ્રેડના 9 ખેલાડીઓને વાર્ષિક 21 લાખ (કુલ 1.89 કરોડ) મળે છે. D ગ્રેડના 5 ખેલાડીઓને 12 લાખ (કુલ 60 લાખ) મળે છે. જ્યારે E ગ્રેડના 6 ખેલાડીઓને વાર્ષિક 6 લાખ (કુલ 36 લાખ રૂપિયા) મળે છે. આમ સેલેરી મામલે વિરાટ કોહલીની એકલાની સેલેરી અને પાકિસ્તાની ટીમના 32 ખેલાડીઓની સેલેરી સરખી કહી શકાય. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન બંને કટ્ટર હરીફ છે. આ બંને ટીમો વચ્ચે મેચ હોય ત્યારે દુનિયાભરના ક્રિકેટ ફેન્સ તેને જોવા માટે બેસી જાય છે. આ વખત વર્લ્ડકપની મેચમાં રોહિત શર્માએ શાનદાર 140 રનની ઈનિંગ રમીને ભારતીય ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો