એપશહેર

ગાંગુલી પર કરેલી એક ભવિષ્યવાણી સાચી પડી, બીજી બાકી : સેહવાગ

Shailesh Thakkar | I am Gujarat 28 Oct 2019, 6:42 pm
નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ બની ગયા છે. ગાંગુલીની ટીમમાં મિડલ ઓર્ડરથી ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાને સ્થાપિત કરનારા વિસ્ફોટલ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે દાદાના અધ્યય બનવા પર ખુલાસો કર્યો છે કે, આની ભવિષ્યવાણી તેણે તેમના સક્રિય દિવસોમાં જ કરી દીધી હતી. સેહવાગે જણાવ્યું કે, તેણે 2007માં ગાંગુલીના ભવિષ્ય અંગે બે-બે ભવિષ્યવાણી કરી હતી, જેમાંથી એક સાચી થઈ ચૂકી છે અને હજુ એક બાકી છે. વીરેન્દ્ર સેહવાગની બીજી ભવિષ્યવાણી એ હતી કે, ગાંગુલી પોતાના ગૃહ રાજ્ય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનશે. સેહવાગને પૂરો વિશ્વાસ છે કે, તેની બીજી ભવિષ્યવાણી પણ સાચી સાબિત થશે અને તેને આ ક્ષણની રાહ છે. એક અખબારમાં લખેલી પોતાની કૉલમમાં સેહવાગે લખ્યું કે, ‘મેં જ્યારે પહેલીવાર સાંભળ્યું કે, ગાંગુલી BCCIના અધ્યક્ષ બનવા જઈ રહ્યાં છે, ત્યારે મને 2007ની તે ઘટના યાદ આવી ગઈ જ્યારે અમે સાઉથ આફ્રિકાના પ્રવાસે હતા.’ વીરૂ આગળ લખે છે કે, ‘તે કેપટાઉન ટેસ્ટ મેચ હતી જ્યારે હું અને વસીમ જાફર વહેલા આઉટ થઈ ગયા હતા. તેંદુલકરને 4 નંબર પર બેટિંગ કરવાની હતી પણ તે મેદાન પર ઉતરી ન શક્યો. અચાનક ગાંગુલીને ચાર નંબર પર બેટિંગ માટે કહેવામાં આવ્યું. આ તેમની કમબેર સીરિઝ હતી અને ત્યાં પ્રેશર પણ હતું. જોકે, તેમણે દબાણ અને બાકી સ્થિતિને જે રીતે સંભાળી તે માત્ર તે જ કરી શકતા હતા.’ આ પૂર્વ ઓપનિંગ બેટ્સમેને લખ્યું કે, ‘તે દિવસે ડ્રેસિંગ રૂમમાં અમે બધા ખેલાડી એ વાત પર એકમત હતા કે, અમારામાંથી કોઈ ખેલાડી જો ક્યારેક BCCI અધ્યક્ષ બની શકે તો તે માત્ર દાદા જ હોઈ શકે છે. મેં કહ્યું કે, તે BCCI અધ્યક્ષ જ નહીં પણ બંગાળના ચીફ મિનિસ્ટર પણ બની શકે છે. હવે તેમાંથી એક ભવિષ્યવાણી પૂરી થઈ ગઈ છે, બીજી બાકી છે.’ ગત સપ્તાહે 23 નવેમ્બરના રોજ સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડમાં અધ્યક્ષ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. ગાંગુલી આ પદ પર બિન હરીફ ચૂંટાઈ આવ્યા. ઉલ્લેખનીય છે કે, ગાંગુલીને ભારતીય ક્રિકેટને નવી દિશા આપનારા કેપ્ટન તરીકે ઓળખવામાં આવે છે. ગાંગુલીની કેપ્ટનશિપમાં જ સેહવાગને ટીમ ઈન્ડિયામાં ઓપનિંગની તક મળી હતી. ડૉમેસ્ટિક ક્રિકેટમાં હંમેશાં મિડલ ઓર્ડરમાં મિડલ કરનારા સેહવાગે ગાંગુલીના આ નિર્ણય બાદ દુનિયાભરમાં એક ખતરનાક બેટ્સમેન તરીકે સાખ બનાવી. પોતાની આ નિડર અને અસરદાર રમતનો શ્રેય વીરૂ હંમેશાં દાદાને જ આપે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો