એપશહેર

દિલ્હીના જાણીતા ક્લબ ક્રિકેટર સંજય ડોભાલનું કોરોનાથી મોત, સેહવાગ-ગંભીરના હતા ફેવરેટ

Shailesh Thakkar | I am Gujarat 29 Jun 2020, 4:06 pm
નવી દિલ્હી: જાણીતા ક્લબ ક્રિકેટ અને દિલ્હીની અન્ડર-23 ટીમના પૂર્વ સહયોગી સ્ટાફ સંજય ડોભાલનું કોરોના વાયરસને કારણે સોમવારે સવારે અવસાન થઈ ગયું. તેમના પરિવારના નજીકના સૂત્રોએ આ જાણકારી આપી છે. ડોભાલ 53 વર્ષના હતા અને તેમના પરિવારમાં પત્ની તથા બે પુત્રો છે. મોટો પુત્ર સિદ્ધાંત રાજસ્થાન માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે છે અને નાનો દીકરો એકાંશ દિલ્હીની અન્ડર-23 ટીમમાં છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:DDCAના એક અધિકારીએ જણાવ્યું, ‘ડોભાલમાં કોરોના વાયરસના લક્ષણ હતા અને તેમને પહેલા બહાદુરગઢની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યાં તપાસમાં તેઓ પોઝિટિવ નોંધાયા હતા. ત્યારબાદ સ્વાસ્થ્ય બગડતા તેમને દ્વારકાની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. તેમને પ્લાઝ્મા થેરાપી પણ આપવામાં આવી પરંતુ તેની કોઈ અસર ન થઈ.’ફિરોઝશાહ કોટલાનો જાણીતો ચહેરો ડોભાલ દિલ્હીના ક્રિકેટર્સ વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, મિથુન મન્હાસની વચ્ચે ખૂબ લોકપ્રિય હતા. તેમણે સોનેટ ક્લબ માટે પણ ક્રિકેટ રમી. ગંભીર અને મન્હાસે ટ્વીટર પર પ્લાઝ્મા ડોનેશનની અપીલ પણ કરી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડેએ ડોનરની વ્યવસ્થા કરી હતી.
ડોભાલે એર ઈન્ડિયા માટે રમ્યા બાદ જૂનિયર ક્રિકેટર્સને કોચિંગ આપવાનું શરૂ કર્યું. BCCIના પૂર્વ અધ્યક્ષ સીકે ખન્ના, દિલ્હીના દિગ્ગજ ખેલાડીઓ મદન લાલ અને મન્હાસે તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.DDCAએ ટ્વીટ કરી, ‘સંજય ડોભાલનું આકસ્મિક અવસાન ક્રિકેટ જગત માટે બહુ ખરાબ સમાચાર છે. DDCA તરફથી હું આ અપૂરણીય ક્ષતિ પર પોતાની સંવેદનાઓ વ્યક્ત કરું છું. દુ:ખની આ ઘડીમાં અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. ઈશ્વર પરિવારને આ દુ:ખમાંથી ઉબરવાનું સાહસ આપે.’
પૂર્વ ભારતીય બેટ્સમેન આકાશ ચોપરાએ પણ સંજયના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કર્યું કે, હું દુ:ખી અને આઘાતમાં છું. ક્રિકેટની દુનિયાના એક મહત્વપૂર્ણ વ્યક્તિને આજે આપણે ગુમાવી દીધો. સંજય ડોભાલ (53) આજે નથી રહ્યા. આ દેશમાં કોઈ એવો ક્રિકેટર નથી જેમની તેમણે મદદ ન કરી હોય…અને આવું તેમણે હંમેશાં હસતા-હસતા કર્યું. તે ઘણા જલ્દી જતા રહ્યાં. ઈશ્વર તમારી આત્માને શાંતિ આપે. #Covid_19.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો