એપશહેર

મેચ બાદ શાહબાઝ નદીમને ડ્રેસિંગ રૂમમાં મળેલા ધોનીએ શું સલાહ આપી?

Yogesh Gajjar | I am Gujarat 24 Oct 2019, 11:40 am
અમિત કુમાર, નવી દિલ્હીઃ રાંચી ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમમાં 30 વર્ષા શાહબાઝ નદીમે ડેબ્યૂ કર્યું. જોકે તેને આ મેચ માટે મળેલી તક કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. શાહબાઝ રોજની જેમ પ્રેક્ટિસ બાદ પોતાના રૂમમાં આવ્યો અને ફોન સાઈલેન્ટ મૂકીને નમાઝ પઢવા જતો રહ્યો. નમાઝ બાદ નદીમે બેડ પર સૂતા સૂતા ફોન ચેક કર્યો અને તેમાં કેટલાક મિસ્ડ કોલ અને અનરીડ મેસેજ હતા. તેમાં જ એક મેસેજમાં તેનું ભારતીય ટેસ્ટ ટીમમાં સિલેક્શન થયું હતું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ મેસેજ વાંચ્યા બાદ આ લેફ્ટ આર્મ સ્પિનર પાસે માત્ર 24 કલાકનો સમય હતો અને તેણે કોલકાતાથી રાંચી પહોંચવાનું હતું. તેણે વર્ષોનું સપનું પૂરું થતા જોયું. અને કોલકાતાથી રોડના રસ્તા રાંચી પહોંચ્યો. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.કોમ સાથે વાત કરતા નદીમે જણાવ્યું કે ટેસ્ટ ડેબ્યૂ માટે લાંબા સમયની રાહ જોયા બાદ ધીરજનું ફળ મળ્યું. આ ડેબ્યૂ ટેસ્ટમાં તેનું પરફોર્મેન્સ પણ શાનદાર રહ્યું હતું. ભારતે આ ટેસ્ટ ઈનિંગ્સ અને 202 રનથી જીતી લીધી હતી.
મેચ ખતમ થયા બાદ નદીમના પ્રદર્શનની પ્રશંસા થઈ રહી હતી. મેચ બાદ નદીમને મળવા ડ્રેસિંગ રૂમમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પહોંચ્યો હતો. નદીમે જણાવ્યું, હું જેવો ધોની ભાઈને મળ્યો, મેં તેમને પૂછ્યું કે હું કેવું રમ્યો? તેમણે કહ્યું કે, ‘શાહબાઝ હવે તુ પરિપક્વ દેખાઈ રહ્યો છે. હું તારી બોલિંગ જોઈ રહ્યો હતો. હવે તારી બોલિંગમાં પરિપક્વતા જોવા મળી રહી છે. આ બધુ તારા ડોમેસ્ટિક ક્રિકેટના અનુભવનું પરિણામ છે. બસ હવે કંઈ વધારે પ્રયોગ કરવાનો પ્રયાસ ન કરતો અને આમ જ રમતો રહેજે જેવી રીતે તું અત્યાર સુધી રમતો આવ્યો છે. તારી યાત્રા હવે શરૂ થઈ છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો