એપશહેર

મહિલા વર્લ્ડ કપ ફાઈનલઃ ભારતની સામે ઈંગ્લેન્ડનો પડકાર

Tejas Jinger | TNN 23 Jul 2017, 10:47 am
I am Gujarat women world cup final india vs england
મહિલા વર્લ્ડ કપ ફાઈનલઃ ભારતની સામે ઈંગ્લેન્ડનો પડકાર


#WWC17Final

લંડનઃ આજે ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ભારતીય ટીમની સામે વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ એજ મેદાન પર રમાવાની છે જ્યાં 2008 પર ઈંગ્લેન્ડની ટીમ કોઈ વનડે મેચ નથી જીતી શકી. જોકે, ઈંગ્લેન્ડની ટીમે 10માંથી 3 વખત વર્લ્ડકપ જરુર જીત્યો છે. પરંતું આ વખતે ઈંન્ડિયાનો જુસ્સો સાતમાં આકાશ પર છે. બીજી ટીમોની સામે પોતાનું પ્રદર્શન સુધારીને ફાઈનલમાં પહોંચેલી ટીમ ઈન્ડિયા સામે ફરી ઈંગ્લેન્ડની ટીમના પડકારનો સામનો કરવો પડશે. બીજી તરફ ઈન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પર પ્રભાવી જીત નોંધાવીને ફાઈનલમાં પહોંચી છે. માટે ટીમ ફોર્મમાં છે, જેથી આજની જીત ભારત માટે દુનિયા સામેની જીત જેવી હશે.

આ છે કી પ્લેયર્સ

ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા પણ છે જે વિરોધી ટીમની પરેશાનનું કારણ બની શકે છે. જેમાં રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, વેદા કૃષ્ણમૂર્તિ અને સુષ્મા વર્માનું નામ લેવું જરુરી છે. ગાયકવાડના લેફ્ટ આર્મ સ્પિનનો શિકાર કીવી ટીમ બની હતી, જ્યારે તેણે માત્ર 15 રન આપીને 5 વિકેટ લીધી હતી. પૂનમ યાદવ પોતાના લેગ સ્પિનથી 9 લોકોના શિકાર કરી ચૂકી છે. વેદા અને સુષ્મા ફિનિશર અને અગ્રેસરના ડબલ રોલમાં છે.

વિરેન્દ્ર સેહવાગે પાઠવી શુભકામનાઓ

મેન્સ ટીમે પાઠવી શુભેચ્છાઓ

હવામાન અને પીચ

આ મેચ પર વરસાદનું સંકટ છે. એવામાં ઓવર્સમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ મેચ માટે કાલનો રિઝર્વ ડે પર રાખવામાં આવ્યો છે. પિચની વાત કરીએ તો બેટિંગ માટે આ પિચ સારી માનવામાં આવે છે. મોટા સ્કોરવાળી મેચ બાદ સ્પિનર્સ બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો