એપશહેર

ક્યારેય વેચતો હતો પાણીપુરી, હવે ભારતની U-19 ટીમમાં કરી રહ્યો છે કમાલ

Shailesh Thakkar | I am Gujarat 12 Aug 2019, 9:24 pm
ભારતીય અંડર-19 ટીમે ઈંગ્લેન્ડમાં રમાયેલી ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવીને ત્રિકોણીય સીરિઝ જીતી લીધી છે. ફાઈનલમાં ભારતીય અંડર-19 ટીમના ઓપનર યશસ્વી જાયસ્વાલે શાનદાર હાફ સેન્ચુરી ફટકારી. યશસ્વીની અહીં સુધી પહોંચવાની સફર ઘણી મુશ્કેલીઓથી ભરેલી રહી છે અને તે એક સમયે મુંબઈના આઝાદ મેદાનની બહાર પાણીપુરી વેચતો હતો. ફાઈનલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવી. બાંગ્લાદેશે જીત માટે ભારત સામે 262 રનનો ટાર્ગેટ મૂક્યો હતો જેને ભારતીય યુવા ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગ (73)ની ઈનિંગની મદદથી 48.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પાર કરી લીધો. ઓપનર યશસ્વી જાયસ્વાલે 72 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા. તેણે દિવ્યાંશ દિવ્યાંશ સક્સેના સાથે 104 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી.
યશસ્વીનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે, મુશ્કેલ સમયમાં યશસ્વી પોતાનો ખર્ચો કાઢવા માટે મુંબઈના આઝાદ મેદાન પર પાણીપુરી વેચતો હતો. તે આ વિશે જણાવે છે કે, મને સારું નહોતું લાગતું કારણ કે, જે છોકરાઓ સાથે હું ક્રિકેટ રમતો હતો, જે સવારે મારી પ્રશંસા કરતા હતા, તે સાંજે મારી પાસે પાણીપુરી ખાવા આવતા હતા. યશસ્વીએ કહ્યું કે, તેને આવું કરવામાં બહુ ખરાબ લાગતું હતું પણ કરવું પડ્યું કારણ કે, આ તેની જરૂરિયાત હતી. 11 વર્ષની ઉંમરે આવ્યો હતો મુંબઈ યશસ્વી માત્ર 11 વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના ભિદોહી જિલ્લાથી મુંબઈ આવી ગયો હતો. તેની પાસે રહેવા માટે કોઈ જગ્યા પણ નહોતી. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, ‘હું માત્ર એ વિચારીને જ આવ્યો હતો કે, મારે ક્રિકેટ રમવાનું છે અને તે પણ માત્ર ને માત્ર મુંબઈથી.’ યશસ્વીએ જણાવ્યું હતું કે, તે જ્યારે એક ટેન્ટમાં રહેતો હતો ત્યારે તેની પાસે વીજળી, પાણી અન, બાથરૂમ જેવી સુવિધાઓ નહોતી. એશિયા કપ વિજેતા ટીમનો સભ્ય ભારતે ગત વર્ષે અંડર-19 એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને 144 રનથી હરાવી રેકોર્ડ છઠ્ઠી વખત ખિતાબ જીત્યો હતો. આ સીરિઝ દરમિયાન ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને આમાથી જ એક ખેલાડી તેજસ્વી હતો. તેણે ફાઈનલ મેચમાં 85 રનની ઈનિંગ રમી હતી અને કુલ 3 મેચોમાં 214 રન બનાવ્યા હતા જે ટૂર્નામેન્ટમાં કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ હતા.

Read Next Story