એપશહેર

નેશનલ સ્પૉર્ટ્સ એવોર્ડ જીતનારા 3 ખેલાડીઓને કોરોના, ઑનલાઈન સમારોહમાં ભાગ નહીં લે

74 એવોર્ડ વિજેતાઓમાં 65 આ સમારોહમાં શામેલ થશે, રોહિત શર્મા સહિતના 9 એવોર્ડ વિનર્સ ભાગ નહીં લઈ શકે

I am Gujarat 27 Aug 2020, 10:30 pm
નવી દિલ્હી: બેડમિંટન ખેલાડી સાત્વિક રાઈરાજ રંકીરેડ્ડી સહિત આ વર્ષે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર જીતનારા ત્રણ ખેલાડીઓ કોરોના વાયરસના ટેસ્ટમાં પૉઝિટિવ નોંધાયા છે. હવે ત્રણેય ખેલાડીઓ 29 ઑગસ્ટના રોજ યોજનારા સમારોહમાં ભાગ નહીં લઈ શકે. એવોર્ડ્ઝના ઈતિહાસમાં પહેલીવાર કોરોના વાયરસના કારણે આ સેરેમનીનું આયોજન ઑનલાઈન કરવામાં આવશે.
I am Gujarat 3 national sports award winners tests positive for covid 19 will not attend virtual ceremony confirms sai
નેશનલ સ્પૉર્ટ્સ એવોર્ડ જીતનારા 3 ખેલાડીઓને કોરોના, ઑનલાઈન સમારોહમાં ભાગ નહીં લે


સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (SAI)એ ગુરુવારે જણાવ્યું કે, 74માંથી 65 વિજેતાઓ આ સમારોહમાં શામેલ થશે. SAIના નિવેદન અનુસાર, 'આ વર્ષે સાત કેટેગરીમાં 74 એવોર્ડ્ઝ આપવામાં આવશે. આમાંથી 65 વિનર સમારોહમાં શામેલ રહેશે જ્યારે 9 એવોર્ડ્ઝ વિનર જુદા-જુદા કારણોસર આમાં ભાગ નહીં લઈ શકે. આમાંથી કોઈ આઈસોલેશનમાં છે તો કોઈ કોરોના પોઝિટિવ નોંધાયું છે, કેટલાક દેશની બહાર છે.' પ્રતિષ્ઠિત ખેલ રત્નથી સન્માનિત થનારો ક્રિકેટર રોહિત શર્મા અત્યારે IPL માટે UAEમાં છે.

આમાં કહેવામાં આવ્યું છે કે, 'ત્રણ એવોર્ડ વિનર કોરોના પોઝિટિવ હોવાને કારણે ભાગ નહીં લઈ શકે. તમામ સેન્ટર્સને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ બંદોબસ્ત કરવામાં આવી રહ્યા છે.'

અર્જુન એવોર્ડ વિજેતા સાત્વિક સાઈરાજને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. આ વર્ષે પાંચ ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલ રત્ન અને 27ને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. ખેલ રત્ન મેળવનારા ક્રિકેટર રોહિત શર્મા, પહેલવાન વિનેશ ફોગાટ, પેરાલિમ્પિયન મરિયપ્પન થંગાવેલુ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને મહિલા હૉકી કેપ્ટન રાની રામપાલ શામેલ છે.

SAIએ આગળ જણાવ્યું કે, 'રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિડીયો કૉન્ફરન્સિંગ દ્વારા NIC લિંકથી સમારોહમાં શામેલ થશે જ્યારે એવોર્ડ વિજેતા દેશભરમાં પોતપોતાના સ્થાનોએ સાઈ અથવા NIC સેન્ટર પર હાજર રહેશે. સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજૂ સહિત અન્ય મહેમાનો વિજ્ઞાન ભવનમાં રહેશે.'

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'દરેક જગ્યાએ સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા-નિર્દેશોનું પૂર્ણ પાલન કરવામાં આવશે. ખેલ મંત્રીએ દરેક વિજેતાને સેન્ટર પર પહોંચતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.' જેઓ એવોર્ડ સેરેમનીમાં શામેલ નહીં થઈ શકે તેમને બાદમાં એવોર્ડ્ઝ એનાયત કરાશે. કાર્યક્રમનું દૂરદર્શન પર સીધું પ્રસારણ કરવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો