એપશહેર

CWG 2022: દીપિકા પલ્લીકલે સ્કવોશમાં જીત્યો બ્રોન્ઝ મેડલ, પતિ દિનેશ કાર્તિકે કહ્યું- તારી મહેનત રંગ લાવી

દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલની જોડીએ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ પહેલા સિંગલ્સમાં સૌરવ ઘોષાણે બીજો પણ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે દીપિકા ટીમ ઈન્ડિયાના ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્ની છે. દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર પત્નીને શુભકામનાઓ પાઠવી છે. આ સિવાય રાષ્ટ્રપતિએ પણ તેમના વખાણ કર્યા છે.

Edited byZakiya Vaniya | TNN 8 Aug 2022, 9:27 am
I am Gujarat Dinesh Dipika
ક્રિકેટર દિશેન કાર્તિકની પત્ની છે સ્કવોશ પ્લેયર દીપિકા પલ્લીકર.

Commonwealth Games 2022: સ્ટાર સ્કવોશ પ્લેયર દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલની જોડીએ કોમનવેલ્થ ગેમ્સમાં સ્કેવોશના મિક્સ્ડ ડબલ્સમાં રવિવારના રોજ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલની પ્લેઓફ મેચમાં ઓસ્ટ્રેલિયાના લોબન ડોના અને કૈમરુન પિલેની જોડીને 11-8, 11-4થી હરાવી હતી. દીપિકા પલ્લીકલની આ સફળતા પર તેના પતિ અને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર દિનેશ કાર્તિકે ટ્વિટર પર શુભકામના પાઠવી છે.

કોમનવેલ્થ ગેમ્સ 2022: કટ્ટરવાદને પંચ મારનારી બોક્સર નિકહતે દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ
દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલની તસવીર શેર કરીને દિનેશ કાર્તિકે લખ્યું કે, ધગશ અને મહેનત રંગ લાવી છે. તમારા બન્ને માટે ખુશી છે અને ગર્વ છે. દિનેશ કાર્તિકની આ ટ્વિટ પર ઘણાં લોકોએ પ્રતિક્રિયા આપી છે. લોકો દિનેશ કાર્તિકને પણ પત્નીની સફળતા બદલ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. કાર્તિક ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 5 મેચની T20 સીરિઝ રમી રહ્યો હતા જેના કારણે પત્ની સાથે ઈંગ્લેન્ડ નહોતો જઈ શક્યો. ભારતીય ટીમે આ સીરિઝ 4-1થી પોતાના નામે કરી છે.


દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલની મેડલ ગેમમાં ખાસ વાત એ છે કે વર્ષ 2018માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલ આ બન્ને જોડીઓ વચ્ચે રમાઈ હતી. તે સમયે ભારતીય જોડીએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. રવિવારના રોજ બ્રોન્ઝ મેડલ પ્લેઓફમાં દીપિકા અને સૌરવની જોડીએ ઓસ્ટ્રેલિયન જોડીને કોઈ તક નહોતી આપી અને સરળતાથી ગેમ પોતાના નામે કરી હતી. સૌરવ માટે કોમનવેલ્થમાં આ બીજો મેડલ છે. આ જ અઠવાડિયામાં મેન સિંગલમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પણ બ્રોન્ઝ જીતવા બદલ દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે. આ પ્રકારની જીત આપણા દેશમાં આ રમતોની લોકપ્રિયતા વધારશે. રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને લખ્યું કે, તમારું પોડિયમ ફિનિશ ભારતમાં સ્કવોશ પ્રેમીઓ માટે એક પ્રેરણા છે. નોંધનીય છે કે દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલ વર્ષ 2015માં લગ્નના બંધનમાં બંધાયા હતા. વર્ષ 2021માં તેઓ કબિર અને ઝિયાન નામના બે જોડિયા બાળકોના માતા-પિતા બન્યા હતા. દીપિકા પલ્લીકલના માતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા હતા.

Read Next Story