એપશહેર

'દંગલ ગર્લ' બબીતા ફોગાટ માતા બનવાની છે, બેબી બમ્પ ફ્લોન્ટ કરીને ખુશખબર શેર કરી

I am Gujarat 22 Nov 2020, 3:43 pm
દંગલ ગર્લના નામથી જાણીતી ઈન્ટરનેશનલ પહેલવાન તથા હરિયાણા મહિલા વિકાસ નિગમના ચેરપર્સન બબીતા ફોગાટના ઘરે જલ્દી જ નાનકડા મહેમાનનું આગમન થવાનું છે. બબીતા ફોગાટે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના પતિ સાથે બેબી બમ્પ બતાવતા નજર આવી રહી છે. તસવીર સાથે બબીતાએ એમ પણ જણાવ્યું કે, જીવનમાં આ નવો અધ્યાય શરૂ કરવા માટે તે ખૂબ જ ઉત્સાહિત અને પ્રતીક્ષા કરી રહી છે. બબીતા ફોગાટ દ્વારા સોશિયલ મીડિયા પર બેબી બમ્પ બતાવતી તસવીર શેર કર્યા બાદથી ફેન્સ તેને શુભકામનાઓ આપી રહ્યા છે. બોલિવૂડ, રાજનીતિ તથા સ્પોર્ટ્સ જગત સાથે જોડાયેલા લોકો બબીતા તથા વિવેકને શુભકામના આપી રહ્યા છે.
I am Gujarat dangal


View this post on Instagram A post shared by Babita Phogat (@babitaphogatofficial)

ડિસેમ્બરમાં થયા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે દંગલ ગર્લ બબીતા ફોગાટે 1લી ડિસેમ્બર 2019એ ભારતના પહેલવાન વિવેક સુહાગ સાથે લગ્ન કર્યા હતા. બબીતાના પૈતૃક ગામ બલાલીમાં ખૂબ જ સાદગી સાથે લગ્ન થયા હતા. મહિલા પહેલવાન બબીતા ફોગાટ કોમવેલ્થ, એશિયન ગેમ્સ તથા અન્ય ઘણી ઈન્ટરનેશનલ તથા રાષ્ટ્રીય પ્રતિયોગીતાઓમાં કુશ્તીમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કરી ચૂકી છે.

સ્પોર્ટ્સમાં તેમની ઉપલબ્ધિઓને જાતે જ સરકાર દ્વારા બબીતાને હરિયાણા પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે નિયુક્ત કરાયા હતા. પરંતુ 2019ના વર્ષમાં તેમણે પોતાની પોસ્ટ પરથી રાજીનામું આપી દીધું હતું.

બબીતાની મોટી બહેન ગીતા પણ બની ચૂકી છે માતાબબીતા ફોગાટની મોટી બહેન અને દંગલ ગર્લ ગીતા ફોગાટ પણ માતા બની ચૂકી છે. તેણે માતા બનવાના થોડા મહિનાઓ પહેલા જ બેબી બમ્પ સાથે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, માતા બનવાનો અહેસાસ દુનિયાનો સૌથી સારો અહેસાસ હોય છે. હવે તેની નાની બહેન બબીતાએ પણ આ પ્રકારની જ ભાવના વ્યક્ત કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો