એપશહેર

ગીતા-બબીતાની બહેન રિતિકા ફોગાટે મેચ હારતાં જીવન ટૂંકાવ્યુ

કુશ્તી સ્પર્ધાની ફાઇનલમાં એક અંકથી હાર મળી હતી, હતાશામાં આત્મહત્યા કરી લીધી. મેચ દરમિયાન મહાવીર ફોગાટ પણ હાજર હતા

I am Gujarat 18 Mar 2021, 1:54 pm

હાઈલાઈટ્સ:

  • ગીતા ફોગાટે બહેનની આત્મહત્યા પર શોક વ્યક્ત કર્યો
  • હાર અને જીત ખેલાડીના જીવનનો હિસ્સો, ખેલાડીએ આવુ પગલુ ન ઉઠાવવું જોઇએઃ ગીતા ફોગાટ
  • રિતિકા ફોગાટે, મહાવીર ફોગાટ પાસેથી કુશ્તીના તાલીમ મેળવી હતી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 1
નવી દિલ્હીઃ ભારતની સ્ટાર રેસલર બબીતા ફોગાટ અને ગીતા ફોગાટની પિતરાઇ બહેન રિતિકા ફોગાટે કુશ્તી સ્પર્ધામાં મેચ હારી જતાં આત્મહત્યા કરી લીધી છે. રિતિકાએ કુશ્તીની ફાઇનલ મેચમાં મેળલી હાર સહન ન થતાં ગંભીર પગલુ ઉઠાવી લીધુ હતું, પિતરાઇ બહેનને આત્મહત્યા કરી લેવાના કારણે ગીતા ફોગાટે દુખની લાગણી વ્યક્ત કરી હતી. ગીતા ફોગાટે પ્રતિક્રિયા આપતાં કહ્યુ હતું કે, હાર અને જીત જીવનનો ભાગ હોય છે. કોઇપણ ખેલાડીએ આવુ પગલુ ન લેવું જોઇએ.
ગીતા ફોગાટે ટ્વીટર પર લખ્યું હતું કે ભગવાન મારી નાની બહેન અને મારા મામાની દિકરી રિતિકાની આત્માને શાંતિ આપે. મારા પરિવાર માટે દુખનો સમય છે. રિતિકા પ્રભાવશાળી રેસલર હતી. હાર અને જીત ખેલાડીના જીવનનો હિસ્સો હોય છે, આપણે આવુ પગલુ ન લેવુ જોઇએ.

17 વર્ષની રિતિકા ફોગાટે રાજસ્થાનના ભરતપુરમા લોહાગઢ સ્ટેડિયમમાં આયોજીત સ્ટેટ લેવલ સબ જૂનિયર ટૂર્નામેન્ટમાં હિસ્સો લીધો હતો. સ્પર્ધાની ફાઇનલ મેચમાં પહોંચ્યા બાદરિતિકા માત્ર એક અંકથી મેચ હારી ગઇ હતી અને આ હારથી નિરાશ થઇ તેણે ફાંસી લગાવી લીધી હતી.

માહિતી મુજબ રિતિકાએ બુધવારની રાતે આશરે 11 વાગે પોતાને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. રિતિકાએ પોતાના ફુઆ અને ગીતા-બબીતાના પિતા મહાવીર ફોગાટ પાસેથી કુશ્તીની તાલીમ મેળવી હતી. રિતિકાની ફાઇનલ મેચ દરમિયાન મહાવીર ફોગાટ હાજર હતા.

Read Next Story