એપશહેર

ચેસમાં મોક્ષ દોશીની સિદ્ધિ, ઈન્ટરનેશનલ માસ્ટર બનનારો ગુજરાતનો સૌથી યુવાન ખેલાડી બન્યો

નવરંગ સેન | I am Gujarat 21 Nov 2019, 10:59 pm
અમદાવાદઃ તાજેતરમાં રોમાનિયામાં યોજાયેલી ઓપન ઈન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં પાંચ દેશના ઈન્ટરનેશનલ માસ્ટર સામે શાનદાર પ્રદર્શન કરીને ગુજરાતના મોક્ષ દોશીએ ઈન્ટરનેશનલ માસ્ટર્સનો ખિતાબ હાંસલ કર્યો છે. છેલ્લા નવ વર્ષથી આકરી મહેનત કરીને મોક્ષે 2400 પોઈન્ટ પ્રાપ્ત કર્યા છે. સામાન્ય રીતે ઈન્ટરનેશનલ માસ્ટર બનવા માટે ખેલાડી પાસે ત્રણ નોર્મ અને 2400 હોવા જરૂરી છે. મોક્ષ પાસે છ નોર્મ હતા પરંતુ 2400 પોઈન્ટ ન હતા. તેણે રોમાનિયામાં આ પોઈન્ટ મેળવીને સૌથી નાની વયે ઈન્ટરનેશનલ માસ્ટર બનવાની સિદ્ધિ નોંધાવી છે. ફક્ત 16 વર્ષની વયે ઈન્ટરનેશનલ માસ્ટર બનનારો મોક્ષ ગુજરાતનો સૌ પ્રથમ ખેલાડી બન્યો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો યુક્રેનના કોચ એલેક્ઝાન્ડર ગોલેસ્ચેકોવ પાસે 2017થી તાલિમ લઈ રહેલા મોક્ષે જણાવ્યું છે કે તેની ચેસની રમતના વિકાસના પાયામાં કૌટુંબિક વાતાવરણ, માતા-પિતાની હુંફ અને માર્ગદર્શન રહેલા છે. મોક્ષ ભારતના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ અને નોર્વેના મેગ્નસ કાર્લસનને પોતાના આદર્શ માને છે. મોક્ષે જણાવ્યું છે કે ઈન્ટરનેશનલ માસ્ટર બનવા માટે મેં આકરી મહેનત કરી છે. હું રેન્કિંમાં ટોપ-25 ખેલાડીઓમાં સ્થાન મેળવીને ગ્રાન્ડ માસ્ટર બનીને ગુજરાતનું નામ રોશન કરવા ઈચ્છું છું.
મોક્ષે હંગેરીના બેલેટોનમાં યોજાયેલી ચેસ ટુર્નામેન્ટમાં મોક્ષે પ્રથમ નોર્મ મેળવ્યું હતું. ત્યારબાદ સ્ટોકહેમ ચેસ ટુર્નામેન્ટમાં બીજુ, શ્રીલંકામાં એશિયન યુથ ટુર્નામેન્ટમાં ત્રીજુ, પેરિસ ચેસ ટુર્નામેન્ટમાં ચોથુ, ચેક રિપબ્લિકમાં પાંચમું અને નેધરલેન્ડ્સના હોગીવનમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં છઠ્ઠુ નોર્મ મેળવ્યું હતું. તેણે 14 વર્ષની વયથી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે 20 જેટલા દેશોનો પ્રવાસ ખેડ્યો છે. 2015માં દિલ્હીમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈને મોક્ષે ચોથા ક્રમાંક મેળવ્યો હતો. 2019માં શ્રીલંકામાં અંડર-16 એશિયન યુથ ચેસ ચેમ્પિયનશિપમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના સીઈઓ ભાવેશ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ મોક્ષને તેની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ મેળવતો રહે તે માટે તેમણે શુભેચ્છાઓ પાઠવી છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો