એપશહેર

પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા અંતર્ગત ગ્લેડ વન માસ્ટર્સની બીજી સિઝનનો પ્રારંભ

Golf Tournament in Ahmedabad: ટાટા સ્ટીલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (પીજીટીઆઈ) અંતર્ગત ગ્લેડ વન માસ્ટર્સ 2022નો પ્રારંભ 1 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. અમદાવાદના મનોહર ગ્લેડ વન રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે 1થી 4 માર્ચ દરમિયાન આ ટુર્નામેન્ટ રમાશે. 2022ની ટાટા સ્ટીલ પીજીટીઆઈ સિઝનની બીજી ટુર્નામેન્ટનું ફોર્મેટ અલગ રાખવામાં આવ્યું છે.

Authored byચિંતન રામી | I am Gujarat 28 Feb 2022, 10:44 pm
ટાટા સ્ટીલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (પીજીટીઆઈ) અંતર્ગત ગ્લેડ વન માસ્ટર્સ 2022 (Glade One Masters 2022) નો પ્રારંભ 1 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. અમદાવાદના મનોહર ગ્લેડ વન રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે 1થી 4 માર્ચ દરમિયાન આ ટુર્નામેન્ટ રમાશે. 2022ની ટાટા સ્ટીલ પીજીટીઆઈ (Tata Steel Professional Golf Tour of India) સિઝનની બીજી ટુર્નામેન્ટનું ફોર્મેટ અલગ રાખવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડમાં બે હોલ હશે. 18 હોલ પછી કટ લાગુ કરવામાં આવશે અને ત્રીજા તથા ચોથા રાઉન્ડમાં 18 હોલ હશે. ટુર્નામેન્ટ કુલ 54 હોલ પર રમાશે. આ ટુર્નામેન્ટમાં 126 ખેલાડી છે જેમાં 123 પ્રોફેશનલ અને ત્રણ એમેચ્યોર ખેલાડી સામેલ છે.
I am Gujarat glad golf


ટુર્નામેન્ટમાં અભિજીત સિંહ ચઢ્ઢા, ક્ષિતિજ નવીદ કૌલ, યુવરાજ સિંહ સંધુ, મનુ ગંડાસ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓમ પ્રકાશ ચૌહાણ, અક્ષય શર્મા અને અર્જુન પ્રસાદ જેવા ટોચના ભારતીય પ્રોફેશનલ્સ ભાગ લેશે. આ ઉપરાંત શ્રીલંકાના સ્ટાર મિથુન પરેરા, નેપાળનો સુકરા બહાદુર રાય અને બાંગ્લાદેશના મોહમ્મદ મુઆજ તથા સોમરત સિકદર પણ ભાગ લેશે. સ્થાનિક ખેલાડીઓની વાત કરીએ તો ગુજરાતના પ્રોફેશનલ્સ વરૂણ પરીખ, અંશુલ પટેલ, જય પંડ્યા, શ્રવણદેસાઈ, અર્શપ્રીત થીંડ અને અનિરૂદ્ધ કમીરેડ્ડીપલ્લી હશે.

પીજીટીઆઈના સીઈઓ ઉત્તમ સિંહ મુંડીએ જણાવ્યું હતું કે, પીજીટીઆઈ એ ગયા વર્ષે આ ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી. ગત સપ્તાહે સિઝનની શાનદાર શરૂઆત કર્યા બાદ અમે ગ્લેડ વન માસ્ટર્સમાં બીજા સપ્તાહમાં આખરી સ્પર્ધાની આખરી અપેક્ષા રાખીએ છીએ.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story