એપશહેર

ભારતના ટીનેજર શૂટર ધનુષ શ્રીકાંતે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

નવરંગ સેન | I am Gujarat 12 Nov 2019, 11:23 pm
પુણેઃ ધનુષ શ્રીકાંત માટે પોતાનું આંતરરાષ્ટ્રીય પદાર્પણ યાદગાર બની રહ્યું છે. તેલંગાણાના આ શૂટરે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પદાર્પણ કરતા ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. દોહામાં રમાયેલી શૂટિંગ ચેમ્પિયનશિપ ધનુષની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ પણ છે. જોકે, આ સાથે તેણે એક નવો ઈતિહાસ પણ રચી દીધો છે. 16 વર્ષીય ધનુષને સાંભળવામાં તકલીફ છે અને આવી તકલીફ હોવા છતાં તે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારો ભારતનો પ્રથમ શૂટર બન્યો છે. ધનુષે જૂનિયર મેન્સની 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત, મિક્સ્ડ સ્પર્ધા અને ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હોવાના કારણે ધનુષ ઘણો નર્વસ હતો અને રેન્જ અધિકારીએ આદેશ આપે તે પહેલા જ પોતાની રાઈફલમાં પેલેટ્સ લોડ કરી હતી. જેના કારણે મુખ્ય જજે તેને ચેતવણી (યલો કાર્ડ) આપી હતી અને જો તેણે બીજી વખત આવી ભૂલ કરી હોત તો તેને કુલ સ્કોરમાંથી બે પોઈન્ટ ગુમાવવા પડ્યા હોત. જોકે, ધનુષ ઘણો જ શાંત રહ્યો હતો અને તેણે અંતિમ શોટમાં 10.6નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
મિક્સ્ડ જેન્ડર સ્પર્ધામાં ગોલ્ડ જીતનારી જોડી શ્રેયા અને ધનુષ ધનુષ, શાહુ માને અને હ્રદય હઝારિકાએ ટીમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ત્રણે જણાએ સાથે મળીને 1877.1નો સ્કોર કર્યો હતો. જ્યારે મિક્સ્ડ જેન્ડર ફાઈનલમાં ધુનષે પોતાની એકેડેમીની સાથી શૂટર શ્રેયા અગ્રવાલ સાથે જોડી બનાવી હતી અને ભારતીય જોડીએ ચીનની જિઆંગ અને ઝેરુ વાંગને 16-14થી પરાજય આપ્યો હતો. ધનુષ અને શ્રેયા ગગન નારંગની પુણે ખાતેની ગન ફોર ગ્લોરી એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો