એપશહેર

ફૂટબોલર મારાડોનાને વિદાય આપવા પહોંચેલા હજારો ફેન્સ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

ચાહકોએ પોલીસ પર બોટલ ફેંકી હતી અને બેરિકેડ્સ તોડી નાખ્યા હતા.

I am Gujarat 26 Nov 2020, 11:27 pm
આર્જેન્ટિનાના પ્રેસિડેન્શિયલ મેંશનમાં મહાન મહાન ફૂટબોલ સ્ટાર્સમાંના એક ડિએગો મારાડોનાને વિદાય આપવા માટે ગુરુવારે હજારો ચાહકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા. બ્યુનર્સ આયર્સના મુખ્ય વિસ્તાર કાસા રોસાડા નજીક ચાહકોએ પોલીસ પર બોટલ ફેંકી હતી અને બેરિકેડ્સ તોડી નાખ્યા હતા.
I am Gujarat thousands line up to bid farewell maradona in argentina
ફૂટબોલર મારાડોનાને વિદાય આપવા પહોંચેલા હજારો ફેન્સ અને પોલીસ વચ્ચે ઘર્ષણ


પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ મારાડોનાના નશ્વર શરીરના અંતિમ દર્શન કર્યા પછી, સામાન્ય લોકોને સ્થાનિક સમય અનુસાર સવારે 6.15 વાગ્યે અંતિમ દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી.

મારાડોનાના મૃતદેહને પ્રેસિડેન્શિયલ ઓફિસની મુખ્ય લોબીમાં રાખવામાં આવ્યો હતો અને તે આર્જેન્ટિનાના ધ્વજ અને રાષ્ટ્રીય ટીમની 10 નંબરની જર્સીથી ઢંકાયેલું હતું. ચાહકોએ તેમના અંતિમ દર્શન દરમિયાન વિવિધ ફૂટબોલ ટીમોની જર્સી પણ ફેંકી હતી.


મારાડોનાનું બુધવારે બ્યુનસ આયર્સના બહારના ઘરે હાર્ટ એટેકથી નિધન થયું હતું. જ્યાં તેઓ નવેમ્બરમાં થયેલા ઓપરેશનમાંથી બહાર આવી રહ્યા હતા.

મારાડોનાને પહેલા તેની પુત્રીઓ અને નજીકના સભ્યોએ વિદાય આપી હતી. આ પછી 1986ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સાથી આસ્કર રુગેરી પહોંચ્યા. બોકા જુનિયરના કાર્લોસ ટેવેજ જેવા આર્જેન્ટિનાના અન્ય ખેલાડીઓ પણ તેમને વિદાય આપવા માટે આવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો