એપશહેર

T20 વર્લ્ડ કપ 2022: ભારત અને પાકિસ્તાન કેવી રીતે કરશે સેમીફાઈનલ માટે ક્વૉલિફાઈ, શું છે પૂરું સમીકરણ

સુપર 12ના ગ્રુપ 2માં ઝીમ્બામ્વે સામે બાંગ્લાદેશની જીત બાદ આ ટુર્નામેન્ટ વધારે રોમાંચક બની ગઈ છે.પાકિસ્તાનને સેમીફાઈનલની દોડમાં જળવાઈ રહેવા માટે કોઈપણ સંજોગોમાં દક્ષિણ આફ્રિકાને હરાવવું પડશે. આ ઉપરાંત અનેક મોરચે જો અને તોની થિયરી પોતાની તરફેણમાં આવવી જરૂરી છે.આફ્રિક અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ પડે તેવી પાકિસ્તાન આશા રાખશે.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 31 Oct 2022, 9:45 pm
ભારતની દક્ષિણ આફ્રિકા સામે પાંચ વિકેટેથી પરાજય થયા બાદ પાકિસ્તા હવે T20 વર્લ્ડકપ 2022ની સેમીફાઈનલ માટે ક્વૉલિફાઈ થવું મુશ્કેલ બની ગયું છે. જોકે બાબર આઝમની ટીમ સુપર 12ના ગ્રુપ-2માં નેધરલેન્ડ સામે જીત મેળવતા ટુર્નામેન્ટમાં જળવાઈ રહેવાની આશા જીવંત રાખી છે. હજુ પણ તે સેમીફાઈનલમાં તે પોતાનું સ્થાન બનાવી શકે છે. પાકિસ્તાનને સેમીફાઈનલની દોડમાં જળવાઈ રહેવા માટે કોઈપણ સંજોગોમાં દક્ષિણ આફ્રિકાને હરાવવું પડશે. આ ઉપરાંત અનેક મોરચે જો અને તોની થિયરી પોતાની તરફેણમાં આવવી જરૂરી છે. જેમ કે આફ્રિકા નેધરલેન્ડ સામે હારી જાય અથવા તેમની મેચમાં વરસાદ પડે વગેરે..
I am Gujarat Team India
ભારત માટે સેમીફાઈનલમાં પ્રવેશ મેળવવો સરળ છે પણ પાકિસ્તાન માટે લગભગ અશક્ય છે


ભારત સેમીફાઈનલમાં કેવી રીતે કરી શકે છે ક્વૉલિફઈ

દક્ષિણ આફ્રિકા સામે મળેલી હાર બાદ હવે ટીમ ઈન્ડિયાનું નસીબ તેના હાથમાં છે. જોકે રોહિત શર્માની ટીમ હજુ પણ કોઈ પણ મેચને હળવાશની લેવાના મૂડમાં નથી. ભારતે હવે સુપર 12ના ગ્રુપ-2માં પોતાની બાકી બે મેચ અનુક્રમે બાંગ્લાદેશ સામે 2 નવેમ્બરના રોજ અને 6 નવેમ્બરના રોજ ઝિમ્બામ્વે સામે રમશે. ભારત તેના ગ્રુપમાં બીજા જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને છે. સુપર 12ના ગ્રુપ-2માં ભારત મોખરાના સ્થાને ત્યારે જ પહોંચવું, દક્ષિણ આફ્રિકા માટે તેની આગામી બે મેચમાં પાકિસ્તાન અથવા નેધરલેન્ડ સામે હારવું મહત્વપૂર્ણ છે.

પાકિસ્તાનની શું સ્થિતિ છે

ભારતનો દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયા બાદ બાબર આઝમની ટીમની સ્થિત વધુ ખરાબ થઈ ગઈ છે. માટે પાકિસ્તાને હવે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશને હરાવવું પડશે. પાકિસ્તાન સેમી ફાઈનલમાં ત્યારે જ પ્રવેશ કરી શકે છે કે જો ભારત તેની બાકીની બે મેચ હારી જાય. નેધરલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાનો પરાજય થાય તો જ પાકિસ્તાનને ફાયદો થઈ શકે છે. પાકિસ્તાને નેટ રન રેટને પણ ધ્યાનમાં રાખવો પડશે અને નેટ રન રેટની બાબતમાં ભારતથી આગળ નિકળી જાય. આ ઉપરાંત તેને દુવા કરવી પડશે કે દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ આવે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો