એપશહેર

વોટ્સએપથી પણ ચઢિયાતાં ફીચર્સ ધરાવતી 6 મેસેજિંગ એપ્સ

I am Gujarat 12 Jul 2016, 2:25 pm
વોટ્સએપ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ છે. તેમાં ઘણાં સારાં ફીચર્સ છે, જે યુઝર્સને ખૂબ ઉપયોગી છે, પણ આવી ઘણી બધી મેસેજિંગ એપ્સ છે જેનાં ફીચર્સ વોટ્સએપમાં નથી. આથી તમે તમારા ખાસ મિત્રો અને પરિવારજનો સાથે વાતચીત કરવા વોટ્સએપ સિવાય પણ આ છ એપ્સનો ઉપયોગ કરી શકો છો.
I am Gujarat 6 whatsapp alternatives you should try 2
વોટ્સએપથી પણ ચઢિયાતાં ફીચર્સ ધરાવતી 6 મેસેજિંગ એપ્સ


1 Hike હાઈક મેસેજિંગ એપે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતમાં 10 કરોડ યુઝર્સનો આંકડો પાર કર્યો હતો. તે એન્ડ્રોઇડ, iOS અને વિન્ડોઝ ફોન પર કામ કરે છે. તેમાં ઓફલાઇન ચેટ ફેસિલિટી પણ છે અને સ્ટિકર પણ એકથી એક છે. તેમાં હિડન ચેટ ફીચર્સ અને નોન હાઈક મેમ્બર્સ માટે ફ્રી મેસેજિંગ પણ મળે છે.

2. Kakao Talk ભારતમાં ભલે આ એપ વિશે ખાસ જાણકારી ન હોય, પરંતુ તે 15 ભાષામાં ઉપલબ્ધ છે. તેમાં ઘણાં ફીચર્સ એવાં છે, જે વોટ્સએપમાં નથી, જેવા કે વીડિયો કોલિંગ. તેમાં એનિમેટેડ ઇમોટિકન્સ પણ છે, તેના માટે મોબાઇલ નંબરની પણ જરૂર નથી. બસ KaTalk આઈડી બનાવવાનું હોય છે. તે એન્ડ્રોઇડ iOS અને વિન્ડોઝ ફોન પર ઉપલબ્ધ છે.

3. Facebook Messenger વોટ્સએપ અને મેસેન્જર બંને ફેસબુકનાં જ છે, પરંતુ ફેસબુક મેસેન્જર થોડા સમયમાં વધુ સારું બન્યું છે. તેમાં ઘણાં બધાં સ્ટિકર્સ, ગેમ્સ છે તથા કસ્ટમાઇઝેશન ઓપ્શન પણ છે. હવે તો તેની પર એસએમએસ પણ મોકલી અને રિસિવ કરી શકાય છે. તે તમામ મુખ્ય પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે.

4. Line લાઇનમાં ટાઇમલાઇન, કૂપોન્સ, વીડિયો સ્નેપિંગ અને 1 GB સુધીનો ફાઇલ શેરિંગ ઓપ્શન મળે છે, જે વોટ્સએપમાં નથી.

5 Telegram ટેલિગ્રામમાં ઘણાં એવાં ફીચર્સ છે, જે વોટ્સએપમાં નથી. તેમાં સેલ્ફ ડિસ્ટ્રિક્ટ મેસેજિસનો ઓપ્શન છે, જે કેટલીક સેકન્ડ્સમાં ગાયબ થઈ જાય છે. તેના દ્વારા યુઝર્સ 1.5 GB સુધીની ફાઇલ્સ પણ શેર કરી શકે છે. તેમાં સુપરગ્રૂપ્સનો ઓપ્શન છે, જેમાં 1000 યુઝર્સ એડ થઈ શકે છે. તે gif સપોર્ટ કરે છે. તે એપ ફ્રી છે અને તમામ મુખ્ય એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.

6 BBM બ્લેકબેરી મેસેન્જર (BBM) ગ્રૂપ એડમિન્સને ઘણા પાવર્સ આપે છે. યુઝર ચેટ સ્ટેટસ બદલી શકે છે, વીડિયો ચેટિંગ કરી શકે છે અને સેલ્ફ ડિસ્કટ્રક્ટિંગ મેસેજ ટાઇમરની મદદથી ગાયબ થઈ જનારા મેસેજ મોકલી શકે છે. આ એપ એન્ડ્રોઇડ iOS અને બ્લેકબેરી OS પર ઉપલબ્ધ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો