એપશહેર

OnePlus TV પર મળી રહ્યું છે 'માઈનસ વન' ડિસ્કાઉન્ટ, યૂઝર્સે લીધી મજા

Gaurang Joshi | I am Gujarat 11 Oct 2019, 11:59 pm
ચાઈનીઝ ટેક બ્રાન્ડ વન પ્લસે તાજેતરમાં જ સ્માર્ટ ટીવી રેન્જ ભારતમાં લોન્ચ કરી છે. જેના બે મોડલ લોન્ચ કરવામાં આવ્યાં છે. પહેલા OnePlus TV 55Q1ની કિંમત ગ્રાહકો માટે 69,900 રુપિયા અને OnePlus TV 55Q1 Proવની કિંમત 99,900 રુપિયા રાખવામાં આવી છે. આ બન્ને ટીવીને પ્રીમિયમ ટીવી માર્કેટને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યાં છે. લિમિટેડ ટાઈમ ડીલમાં એમેઝોન આ ટીવીની કિંમત પર ‘માઈનસ વન’ ડિસ્કાઉન્ટ આપી રહી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો યૂઝર્સ લઈ રહ્યાં છે મજા ભારતમાં વનપ્લસની ઈ-કોમર્સ પાર્ટનર મજેદાર લિમિટેડ ટાઈમ ડીલ આપી રહી છે. જેમાં OnePlus TV પર માત્ર 1 રુપિયાનું જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ આ બન્ને ટીવી પર લાગુ પાડવામાં આવી છે. જોકે, યૂઝર્સ આ ડીલથી ખુશ થઈને મજા લઈ રહ્યાં છે. અનેક યૂઝર્સે વનપ્લસનો આભાર પણ માન્યો છે. હવે યૂઝર્સ આવું એટલા માટે કરી રહ્યાં છે કે એક રુપિયાનું ડિસ્કાઉન્ટ કસ્ટમર્સના સમજની બહાર છે અને બજેટ બહાર હોવાના કારણે આ ટીવી પણ મિડલ ક્લાસની રેન્જમાં નથી. આવા છે OnePlus TVના ફીચર્સ OnePlus TVમાં 55 ઈંચ 4K QLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ડોલ્બી વિઝન સપોર્ટ સાથે આવે છે. જેમાં જૂના એલઈડી અને OLED પેનલની જગ્યાએ ક્વોન્ટમ ડોટ ડિસ્પ્લે ટેક્નોલોજી આપવામાં આવી છે. OnePlus TV મીડિયાટેક MT5670 ક્વોડ કોર પ્રોસેસરથી સજ્જ છે. આ ટીવીનું રેઝોલ્યુશન 1920×1080 પિક્સલ આપવામાં આવ્યું છે. આ Android TV પર બેઝ્ડ ઓએસ સાથે આવે છે અને આ ટીવી પર ત્રણ વર્ષ સુધી સોફ્ટવેર અપડેટ્સ મળતાં રહેશે. ટાઈપ-સી પોર્ટ સાથે આવશે રિમોટ OnePlus TVમાં 8 સ્પીકર આપવામાં આવ્યાં છે, જેનું આઉટપુટ 50W મળે છે. જેમાંથી 6 સામેની બાજુ અને 2 પાછળ આપવામાં આવ્યાં છે. સાઉન્ડબાર ટીવી ઓન કરવાથી નીચેની સાઈડથી નીકળે છે. OnePlus TVના રિમોટ ચાર્જિંગ માટે યુએસબી ટાઈપ-સી પોર્ટ સાથે આવશે અને રેગ્યુલર એન્ડ્રોઈડ નેવિગેશન બટન્સ આપવામાં આવ્યાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો