એપશહેર

શાઓમી, સેમસંગ સહિતની કંપનીઓ હવે આવા સ્માર્ટફોન બંધ કરવા વિચારી રહી છે!

નવરંગ સેન | I am Gujarat 11 Feb 2020, 2:21 pm
નવી દિલ્હી: મોબાઈલ હેન્ડસેટ બનાવતી મોટી કંપનીઓ હવે 5,000 કરતાં ઓછી કિંમત ધરાવતા ફોન બંધ કરવા વિચારી રહી છે. આવા ફોન્સની સતત ઘટતી જતી ડિમાન્ડ અને ઉંચી ડિસ્ટ્રિબ્યુશન કોસ્ટને કારણે આ નિર્ણય લેવાઈ શકે છે. જો સસ્તા સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ થયું તો આ ફોન ખરીદનારો વર્ગ સેકન્ડ હેન્ડ ફોન કરવા તરફ વળશે તેવું માર્કેટના એક્સપર્ટ્સનું માનવું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો2019માં 5,000થી ઓછી કિંમત ધરાવતા ફોનની ડિમાન્ડમાં 45 ટકાનો ઘટાડો થયો છે. 2018માં પણ આ ઘટાડો 25 ટકા હતો તેવું કાઉન્ટરપોઈન્ટ રિસર્ચનો એક સરવે જણાવે છે. આ વર્ષે આ ઘટાડો વધુ મોટો હોવાની પૂરી શક્યતા છે, કારણકે સ્માર્ટફોન્સની ડિમાન્ડમાં જ 2 થી 4 ટકાના ઘટાડાનું અનુમાન છે. IDCના ડેટા અનુસાર, ભારતમાં 2020માં સ્માર્ટફોનની સરેરાશ વેચાણ કિંમત 12,112 રુપિયા રહી શકે છે. આ કિંમત 2019માં 11,400 રુપિયા જ્યારે 2018માં 11,329 હતી.5,000 રુપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન વેચનારી ટોપની બ્રાન્ડ શાઓમી પણ હવે આવા ફોન બંધ કરવા વિચારી રહી છે. એન્ટ્રી લેવલ કેટેગરીમાં શાઓમીનો માર્કેટ શેર 40 ટકા જેટલો છે. જ્યારે લાવા અને માઈક્રોમેક્સ સંયુક્ત રીતે 2 ટકાથી ઓછો હિસ્સો ધરાવે છે.જોકે, સસ્તા સ્માર્ટફોન બંધ થવાથી સેકન્ડ હેન્ડ ફોનની ડિમાન્ડને કેટલી અસર પડશે તે નિશ્ચિત નથી. એક્સપર્ટ્સનું માનીએ તો, સેકન્ડ હેન્ડ ફોન ખરીદનારા સસ્તી કિંમતમાં એપલ, સેમસંગ જેવી બ્રાન્ડના ફોન્સ સસ્તામાં ખરીદવાનું પસંદ કરતા હોય છે. એવું પણ અનુમાન છે કે ભારતમાં એન્ટ્રી લેવલના ફોનને હજુય ઘણો અવકાશ છે. દેશમાં ફીચર ફોન વાપરનારાની સંખ્યા 450 મિલિયન છે. આ લોકો જ્યારે પહેલો સ્માર્ટફોન ખરીદશે ત્યારે સ્વાભાવિક રીતે તેમની પહેલી પસંદ સસ્તો સ્માર્ટફોન જ હશે.

સેમસંગ ગેલેક્સી S10 Lite અને Note 10 Liteમાં કયો ફોન છે દમદાર?

લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો