એપશહેર

શાઓમીના ફોન્સ પર મળી રહ્યું છે 5000 રૂ. સુધીનું ડિસ્કાઉન્ટ, શરૂ થઈ ગયો છે દિવાળી સેલ

ગ્રાહકોને શાઓમીના સ્માર્ટફોન અને ડિવાઇસીસથી એક્સેસરીઝ સુધી સારી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

I am Gujarat 16 Oct 2020, 4:24 pm
નવી દિલ્હીઃ ફેસ્ટિવલ સેલનો માહોલ ચાલી રહ્યો છે અને શાઓમી દ્વારા 'દિવાળી વિથ મી' સેલની જાહેરાત કરવામાં આવી છે. 21 ઓક્ટોબર સુધી ચાલનારા આ સેલમાં, ખરીદદારોને શાઓમીના સ્માર્ટફોન અને ડિવાઇસીસથી એક્સેસરીઝ સુધી સારી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય Mi.com પર Mi VIP ક્લબ મેમ્બરને એક્સક્લૂઝિવ ડીલ્સની સુવિધા મળશે અને મફત શિપિંગ પણ આપવામાં આવશે. શાઓમીએ એક્સિસ બેંક અને બેંક ઓફ બરોડા સાથે ભાગીદારી કરી છે અને અનેક કેશબેક ઓફર પણ મળી રહી છે.
I am Gujarat disocounts upto 5000 rupees xiaomi diwali with mi sale begins
શાઓમીના ફોન્સ પર મળી રહ્યું છે 5000 રૂ. સુધીનું ડિસ્કાઉન્ટ, શરૂ થઈ ગયો છે દિવાળી સેલ


Mi 10
કંપનીએ પોતાના ફ્લેગશિપ ડિવાઈસ Mi 10માં 5,000 રૂપિયાની પ્રાઈઝ કટ કરી છે. ત્યાર બાદ Mi 10 ના 8GB+128GB મોડલને 44,999 રૂપિયા અને 8GB+256GB મોડલને 49,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Redmi Note 9 Pro
4GB+128GB મોડલને 1,500 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 14,499 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે 4GB+64GB અને 6GB+128GB વેરિયન્ટસને 1,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 12,999 રૂપિયા અને 15,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Redmi Note 9 Pro Max
પોપ્યુલર Note 9 Pro Max પર મળી રહેલા ડિસ્કાઉન્ટ બાદ તેનું 6GB+64GB વેરિયન્ટ 15,999 રૂપિયા, 6GB+128GB વેરિયન્ટ 17,999 રૂપિયા અને 8GB+128GB વેરિયન્ટ 18,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Redmi Note 9
મેડમી નોટ 9 પર મળી રહેલા ડિસ્કાઉન્ટ બાદ ફોનનું 4GB+64GB મોડલ 10,999 રૂપિયામાં, 4GB+128GB મોડલ 12,499 રૂપિયામાં અને 6GB+128GB મોડલ 13,999 રૂપિયામાં મળી રહ્યું છે.

Redmi 9 Prime
શાઓમીએ આ ફોન પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. Mi.com ઉપરાંત એમેઝોન ઉપર પણ આ ફોન 17 ઓક્ટોબર બપોરે 12 વાગ્યે 10,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ કિંમત 4 GB રેમ અને 128 GB સ્ટોરેજવાળા મોડલની છે.

Redmi Note 8
રેડમી નોટ 8 પર પણ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને આ ફોન 4 જીબી રેમ અને 64 જીબી રેમ સાથે 12,499 રૂપિયાને બદલે 11,499 રૂપિયામાં મળી રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો