એપશહેર

લેપટોપ, ડેસ્કટૉપ માટે પણ આવી રહ્યું છે FB Live

I am Gujarat 16 Sep 2016, 1:11 pm
ફેસબુકનું લાઈવ બ્રોડકાસ્ટિંગ ફીચર ફેસબુક લાઈવ હવે ડેસ્કટોપ અને લેપટોપમાં પણ કામ કરશે. ફેસબુકે આ વાતની પૃષ્ટિ કરી છે કે એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઈસ માટે ઉપલબ્ધ આ ફીચરને કમ્પ્યુટર્સ માટે પણ રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે.
I am Gujarat facebook live coming on computers very soon
લેપટોપ, ડેસ્કટૉપ માટે પણ આવી રહ્યું છે FB Live


SocialTimesના રિપોર્ટ પ્રમાણે ડલાઈલા ટેલર નામની એક યૂઝરે આ ફીચરને પોતાના ડેસ્કટોપ પર એક્સેસ કર્યુ હતુ. આ યૂઝરે એક વિડિયો પોસ્ટ કરીને તેમાં જણાવ્યુ છે કે ડેસ્કટોપ અથવા લેપટોપ પર લાઈવ બ્રોડકાસ્ટ કઈ રીતે શરુ કરી શકાય. રિપોર્ટ પ્રમાણે ફેસબુકના એક પ્રતિનિધીએ જણાવ્યું કે, અમે એવું ફીચર આપવાના છીએ જેના માટે લોકો પોતાના ડેસ્કટોપ અથવા લેપટોપથી લાઈવ બ્રોડકાસ્ટ કરી શકશે.

ફેસબુકે પત્રકારો અને વિડિયો બ્લોગર્સની માંગને ધ્યાનમાં રાખીને આ પગલું લીધુ છે. ફેસબુક લાઈવ ડેસ્કટોપ અથવા લેપટોપના કેમેરાનો ઉપયોગ કરીને બ્રોડકાસ્ટિંગ કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ફેસબુકે Facebook Live માટે શેડ્યૂલિંગ, ટૂ-પર્સન બ્રોડકાસ્ટિંગ અને MSQRD ઈન્ટિગ્રેશન જેવા ફીચર્સ કોમર્શિયલી લોન્ચ કર્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો