એપશહેર

Jio Phone ખરીદવા માટે પહેલા ભરવું પડશે આ ફોર્મ

Hitesh Mori | I am Gujarat 22 Jul 2017, 10:56 pm
I am Gujarat jio 4g feature mobile phone booking online fill form
Jio Phone ખરીદવા માટે પહેલા ભરવું પડશે આ ફોર્મ


21 જુલાઈના રોજ લોન્ચ કર્યો ‘ઈન્ટેલિજેન્ટ સ્માર્ટફોન’

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબામીએ 21 જુલાઈના રોજ ‘ઈન્ટેલિજેન્ટ સ્માર્ટફોન’ જિયો ફોન લોન્ચ કર્યો છે. અંબાણીએ આ 4G ફીચર ફોનને ‘ઈન્ડિયાનો સ્માર્ટફોન’ ગણાવ્યો છે. ફોનના લોન્ચિંગ બાદ લોકો તેની ખરીદી કરવા માટે શું કરવું તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રિલાયન્સે જિયો ફોન સાથે જોડાયેલી માહિતી પોતાની વેબસાઈટ પર અપડેટ કરી છે. આ સાથે કંપનીએ એક ફોર્મ પણ જાહેર કર્યું છે, જેને ભર્યા બાદ તમે ફોન ખરીદવા માટેના સ્લોટની જાણકારી આપવામાં આવશે.

આ રીતે બુક કરી શકો છો Jio ફોન

જો તમે પ્રી બુકિંગ કરવવા માંગો છો તો તમારે MYJio એપ પર જવાનું રહેશે. અથવા તો નજીકના જિયો શો રૂમ પર પણ જઈ શકો છો. પ્રી બુકિંગ 24 ઓગષ્ટના રોજ શરૂ થઈ રહ્યું છે. આ ફોન ‘વહેલા તે પહેલા’ ધોરણે આપવામાં આવશે. સપ્ટેમ્બરથી આ ફોન તમામ લોકો માટે ઉપલબ્ધ રહેશે. આ ફોનનું ટ્રાયલ 15 ઓગષ્ટના રોજ શરૂ થશે.

ફોન ખરીદવા માટે આ સ્ટેપ ફોલો કરો

Jio Phone ખરીદવા માટે તમારે કંપનીની વેબસાઈટ પર જઈ એક ફોર્મ ભરવું પડશે. ફોર્મ ભરવા માટે www.jio.com પર જાવ અને Keep posted લિંક પર ક્લિક કરો. અથવા ડાયરેક્ટ અહીં ક્લિક કરીને પણ તમે ફોર્મ પર પહોંચી શકો છો. રજિસ્ટ્રેશન માટે તમારે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેઈલ આઈડી અને ફોન નંબર આપવાનો રહેશે. ત્યાર બાદ Submit પર ક્લિક કરો. કન્ફર્મ થયા બાદ તમને એસએમએસ દ્વારા અથવા ઈમેઈલ દ્વારા નોટિફિકેશન મળી જશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો