એપશહેર

આપોઆપ રિપેર થઈ જશે મોબાઈલની તૂટેલી ડિસ્પ્લે!

Shailesh Thakkar | I am Gujarat 28 Dec 2017, 5:12 pm
I am Gujarat mobile screen and other glass display will repare itself
આપોઆપ રિપેર થઈ જશે મોબાઈલની તૂટેલી ડિસ્પ્લે!


હવે કાચની વસ્તુઓ લાંબો સમય ટકી શકશે…

નવી દિલ્હી: જાપાનના રિસર્ચરે એક નવા પ્રકારનો ગ્લાસ બનાવ્યો છે, જે તૂટવા અથવા ખરાબ થઈ ગયા બાદ આપોઆપ રિપેર થઈ જાય છે. આ રિસર્ચ બાદ ગ્લાસ સરળતાથી લાંબા સમય સુધી ટકશે તેવી આશા છે. આનાથી માત્ર મોબાઈલ, ટીવી અથવા લેપટોપ જ નહીં પણ ટીવી, બારી, ફિશ ટેન્ક વગેરે માટે પણ લાંબો સમય સુધી ચાલનારા ગ્લાસ બનાવી શકાશે.

જાપાનના રિસર્ચરની અચરજ પમાડે તેવી શોધ

યુનિવર્સિટી ઑફ ટૉક્યોમાં કેમિસ્ટ્રી રિસર્ચર યૂ યાનાગિસાવાએ આશ્ચર્યજનક શોધ કરી છે. આ વિશે સાંભળીને મનમાં સૌથી પહેલો સવાલ એ આવે છે કે, શું સાચેમાં તૂટેલા ગ્લાસ આપમેળે રિપેર થઈ જશે? અસલમાં, આ એકદમ સાચું નથી. જોકે, રિસર્ચ બાદ વજનમાં હલકા, ટકાઉ અને કાચની લાંબા સમય સુધી ચાલનારી પ્રોડક્ટ્સ બનાવવાની દિશામાં પહેલ કરવી સરળ થઈ જશે.

પહેલા જેવી જ મજબૂતી સાથે ફરીથી જોડાશે કાચ

AFPને આપવામાં આવેલા એક ડેમોમાં યાનાગિસાવાએ એક ગ્લાસના બે ટૂકડા કરી દીધા. ત્યારબાદ તેણે બંને ટૂકડાઓને 30 સેકન્ડ સુધી જોડી રાખ્યા, જેનાથી તે બંને પહેલાની જેમ એકબીજા સાથે જોડાઈ ગયા. તેની મજબૂતી પણ પહેલા જેવી જ રહી.

શું છે વૈજ્ઞાનિક કારણ

જણાવી દઈએ કે, ઓરિજિનલ ગ્લાસ પોલિથર થાયૉરિયસનો બને છે જે મિનરલ ગ્લાસની ખૂબ જ નજીક હોય છે. સ્માર્ટફોનની સ્ક્રીનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં રહેલું થાયરિયા હાઈડ્રોન બૉન્ડિંગનો ઉપયોગ કરી ટૂકડાઓને ફરી જોડવામાં મદદ કરે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો