એપશહેર

Redmiની સ્માર્ટવોચ થઈ લોન્ચ, સિંગલ ચાર્જમાં 7 દિવસ સુધી ચાલશે બેટરી

રેડમી બ્રાન્ડની પહેલી સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી છે. આ વોચમાં 24 કલાક ચાલતું હાર્ટ રેટ મોનિટર સેન્સર છે.

I am Gujarat 27 Nov 2020, 4:30 pm
Redmiએ પોતાની પહેલી સ્માર્ટવોચ લોન્ચ કરી દીધી છે. Redmi Note 9 Pro 5G અને Redmi Note 9 5G ફોનની સાથે Redmi Watch પરથી પડદો ઉઠ્યો છે. સ્માર્ટવોચમાં એક સ્ક્વેર શેપનું ડાયલ આપવામાં આવ્યું છે. આ વોચમાં તમામ ફિટનેસ ફીચર્સ રહેલા છે. જો કે, આ વોચ માત્ર ચીનના માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે અને ગ્લોબલ માર્કેટમાં તેની ઉપલબ્ધતાની માહિતી નથી.
I am Gujarat redmi smartwatch


રેડમી વોચની કિંમત 299 યુઆન (3400 રૂપિયા) છે અને તેનું વેચાણ 1 ડિસેમ્બરથી શરૂ થશે. સ્માર્ટવોચ લિમિટેડ પીરિયડ ઓફર અંતર્ગત 269 ચીની યુઆનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, હજી સુધી ગ્લોબલ લોન્ચ અંગે કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી. પરંતુ રેડમી વોચને પણ મી વોચ લાઈટ સાથે બીજા બજારોમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

રેડમી વોચ બ્લેક, વ્હાઈટ અને નેવી બ્લૂ રંગમાં ઉપલબ્ધ છે. પિંક અને ગ્રીન સહિતના અલગ-અલગ રંગના સ્ટ્રેપ્સ (પટ્ટા) મળશે. આ સ્માર્ટવોચમાં 1,4 ઈંચનું કલર એચડી ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 320x320 પિક્સલ છે. સ્ક્રીનની સેફ્ટી માટે 2.5 ડી ગ્લાસ લેયર આપવામાં આવ્યું છે. આ મી ફિટ એપને સપોર્ટ કરે છે અને યૂઝર્સ 120થી વધુ વોચ ફેસ પસંદ કરી શકે છે.

રેડમી વોચમાં 7 સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. જેમાં રનિંગ, સાઈકલિંગ અને ઈન્ડોર સ્વીમિંગનો પણ સમાવેશ થાય છે. આ વોચ 50 મીટર સુધી ઊંડા પાણીમાં રહેવા છતાં ખરાબ નહીં થાય. આ વોચમાં 24 કલાક હાર્ટનું મોનિટરિંગ કરવા માટે હાર્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ઉપરાંત સ્લીપ મોનિટરિંગ, બ્રીધિંગ એક્સર્સાઈઝ અને બીજા એલર્ટ પણ આ વોચ આપે છે. સ્માર્ટવોચ કોન્ટેકલેસ પેમેન્ટ માટે NFC સાથે આવે છે.

રેડમીની આ પ્રોડક્ટમાં 7 દિવસ સુધી બેટરી લાઈફ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. બેટરી સેવર મોડ ઓન કરવાથી 12 દિવસની બેટરી લાઈફ મળશે તેવો દાવો છે. રેડમીની સ્માર્ટવોચમાં 230 mAhની બેટરી છે, જેને ફુલ ચાર્જ થવામાં 2 કલાક લાગે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો