એપશહેર

Jioએ લોન્ચ કર્યા ત્રણ નવા પ્લાન્સ, ઓછી કિંમતે મળશે રોજનો 2GB ડેટા અને કોલિંગ

Yogesh Gajjar | I am Gujarat 21 Oct 2019, 3:17 pm
રિલાયન્સ Jioએ પોતાના ગ્રાહકો માટે ત્રણ ‘ઓલ-ઈન-વન’ પ્લાન્સ લોન્ચ કર્યા છે. હાલમાં જ કંપનીએ ICUનું કારણ આપીને નોન-જિયો યુઝર્સ પાસેથી કોલિંગનો પૈસા લેવાની જાહેરાત કરી હતી. આ માટે કંપનીએ કેટલાક IUC ટોપ-અપ્સ પણ લોન્ચ કર્યા છે. પરંતુ હવે કંપનીએ કહ્યું કે તેને સિમ્પલ કરતા ત્રણ નવા પ્લાન્સ લોન્ચ કરાઈ રહ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ ત્રણેય નવા પ્લાન્સ સાથે તમને વધારે ડેટા મળશે અને અનલિમિટેડ નોન-જિયો કોલિંગ પણ મળશે. પરંતુ આ પહેલાની જેમ અનલિમિટેડ કોલિંગ નહીં હોય. આ પેકમાં તમને મહિના માટે 1000 મિનિટ જ નોન-જિયો યુઝર્સને કોલ કરી શકશો. 222 રૂપિયાનો પ્લાન આ 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન છે. જે અંતર્ગત જિયોથી જિયો ફ્રી કોલિંગ છે અને રોજનો 2GB ડેટા મળશે. પરંતુ જિયોથી અન્ય નેટવર્ક પર કોલિંગ કરતા 1000 મિનિટ સુધી જ વાત કરી શકશો. 333 રૂપિયાનો પ્લાન આ બે મહિનાની વેલિડિટીનો પ્લાન છે. જે અંતર્ગત રોજના 2જીબી ડેટા મળશે. આ પ્લાનમાં જિયો ટુ જિયો ફ્રી અનલિમિટેડ કોલિંગ અને જિયો ટુ નોન જિયો કોલિંગ માટે દર મહિને 1000 મિનિટ મળશે. 444 રૂપિયાનો પ્લાન આ પ્લાનની વેલિડિટી 3 મહિનાની છે અને તેમાં રોજનો 2જીબી ડેટા મળશે. આ પ્લાનમાં જિયો ટુ જિયો ફ્રી કોલિંગ થશે. જ્યારે નોન-જિયો કોલિંગ માટે દર મહિને 1000 મિનિટ આપવામાં આવશે.
કંપનીએ કહ્યું કે આ પ્લાન્સ અંતર્ગત તે એસએમએસ અને એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ આપશે. જિયોના હાલના પ્લાનની સરખામણીમાં નવા પ્લાનમાં સસ્તો ડેટા મળી રહ્યો છે. કંપનીએ કહ્યું કે આ પ્લાનથી તમે 80 રૂપિયા બચાવી શકો છો. કારણ કે અલગથી IUC ટોપ-અપ માટે તમારે પૈસા આપવાના હોય છે અને 1000 મિનિટ માટે 80 રૂપિયા સુધીનો ચાર્જ થાય છે. જોકે આ પ્લાનમાં એક મુશ્કેલી તે છે કે જો તમે મહિનામાં 1000 મિનિટથી વધારે નોન-જિયો કોલિંગ કરો છો તો તમારે અલગથી IUC ટોપ-અપ પેક લેવું પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો