એપશહેર

સેમસંગે લોન્ચ કર્યો Galaxy A20, ડ્યૂઅલ કેમેરા સહિત આ છે ફિચર્સ

Gaurang Joshi | I am Gujarat 5 Apr 2019, 8:26 pm
I am Gujarat samsung launched galaxy a20 smartphone in indian market
સેમસંગે લોન્ચ કર્યો Galaxy A20, ડ્યૂઅલ કેમેરા સહિત આ છે ફિચર્સ


લોન્ચ થયો A20

સેમસંગે ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન Galaxy A20 લોન્ચ કર્યો છે. સેમસંગે શુક્રવારે Galaxy A20ના લોન્ચની જાહેરાત કરી હતી. Galaxy A20 સ્માર્ટફોન આ વર્ષે Galaxy A સીરિઝનો ચોથો સ્માર્ટફોન છે. Samsung Galaxy A20માં અનેક ફીચર્સ છે. કંપનીનો દાવો છે કે ભારતમાં વેલ્યૂ સેગમેન્ટમાં આ સ્માર્ટફોન ધમાલ મચાવી દેશે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘A’ સીરિઝનો ચોથો ફોન

સેમસંગ પોતાની Galaxy A સીરિઝ હેઠળ ભારતમાં આ પહેલા Galaxy A10, Galaxy A30 અને Galaxy A50 સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. Galaxy A20ને ગત મહિને રશિયામાં રજૂ કરવામાં આવ્યો હતો અને ભારત પહેલું એવું માર્કેટ છે જ્યાં આ ફોન આવ્યો હોય.

સેમસંગ ગેલેક્સી A20ની કિંમત

સેમસંગ ગેલેક્સી A20 સ્માર્ટફોનની ભારતમાં કિંમત 12,490 રુપિયા છે. આ સ્માર્ટફોન માત્ર 3GB રેમ +32GB સ્ટોરેજ ઓપ્શનમાં આવ્યો છે. ગેલેક્સી A20 કાળો, બ્લૂ અને લાલ કલરમાં ઉપલબ્ધ હશે. આ ફોન 8 એપ્રિલ 2019થી સેમસંગ ઈ સ્ટોર, સેમસંગ ઓપેરા હાઉસ, ઈ કોમર્સ પોર્ટલ અને દેશભરના રિટેઈલ સ્ટોર્સમાં મળશે.

આવા છે સેમસંગ ગેલેક્સીના ફીચર

સેમસંગ ગેલેક્સી A20માં 6.4 ઈંચની HD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં ઈન્ફિનિટી V ડિસ્પ્લે છે. સ્માર્ટફોનમાં Exynos 7884 ઓક્ટા કોર પ્રોસેસર છે. આ સ્માર્ટફોન માત્ર 3GB રેમ +32GB સ્ટોરેજના ઓપ્શનમાં આવી રહ્યો છે. આ ફોનના સ્ટોરેજને 512GB સુધી વધારી શકો છો. ફોનમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે.

4,000 mAhની બેટરી

આ ફોનના રિયરમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે. એટલે કે ફોનના બેકમાં બે કેમેરા આપવામાં આવ્યાં છે. જે 13 મેગાપિક્સલ અને પાંચ મેગાપિક્સલથી સજ્જ છે. આ સ્માર્ટફોનમાં 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,000 mAhની બેટરી આપવામાં આવી છે. સિક્યોરિટી માટે ફોનમાં રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો