એપશહેર

15 હજારથી મોંઘા ફોન્સનું વેચાણ થયું બમણું, સસ્તા સ્માર્ટફોન્સથી યૂઝર્સનો 'મોહભંગ'

સ્માર્ટફોન માર્કેટ પર કોરોના લૉકડાઉનની કોઈ અસર નહીં, ઉલટાનું વેચાણ વધ્યું અને લોકો બજેટ ફોનને છોડી મિડરેન્જ ફોન તરફ વળ્યા

I am Gujarat 26 Sep 2020, 10:23 pm
નવી દિલ્હી : સ્માર્ટફોન માર્કટ ઝડપથી બદલાઈ રહ્યું છે અને સતત નવા ફોન લૉન્ચ થતા રહે છે. બહુ બધા બજેટ ડિવાઈસિસ માર્કેટમાં ઉપલબ્ધ હોવા છતાં યૂઝર્સ મિડરેન્જ સ્માર્ટફોન્સ વધુ પસંદ કરી રહ્યા છે. માર્કેટ રિસર્ચ ફર્મ નીલસન તરફથી શેર કરવામાં આવેલા ડેટા અનુસાર મેથી જુલાઈની વચ્ચે 15000 રૂપિયાથી વધુની કિંમતના સ્માર્ટફોન્સ હવે બાયર્સની પ્રથમ પસંદ બની ગયા છે. આવા ફોન્સનો સેલ કોવિડ-19ને કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન છતાં બમણો થઈ ગયો છે.
I am Gujarat smartphones over 15000 rupees are becoming popular and market shows double sales know details
15 હજારથી મોંઘા ફોન્સનું વેચાણ થયું બમણું, સસ્તા સ્માર્ટફોન્સથી યૂઝર્સનો 'મોહભંગ'


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફેશન કેટેગરીમાં 500 રૂપિયાથી ઓછી કિંમતવાળી પ્રોડક્ટ્સ બાયર્સે વધુ ખરીદી અને આશરે 40 ટકા પ્રોડક્ટ્સ આ કેટેગરીમાં ઑર્ડર કરવામાં આવી. ઈલેક્ટ્રોનિક્સ અને હૉમ અપ્લાયન્સિસના સેલમાં પણ આ દરમિયાન 26 ટકા વધારો થયો છે અને ડિસેમ્બરથી ફેબ્રુઆરીની સરખામણીમાં આ દરમિયાન વધુ ઈલેક્ટ્રોનિક્સ ખરીદવામાં આવ્યા. તમામ ઈ-કૉમર્સ પ્લેટફોર્મ્સ પર થયેલા સેલના આશરે 48 ટકા મોબાઈલ અને એક્સેસરીઝ રહ્યા.

આ કારણે પૉપ્યુલર મિડરેન્જ ફોન

સ્પષ્ટ છે કે, યૂઝર્સનો ઈન્ટરેસ્ટ મિડરેન્જ સ્માર્ટફોન્સમાં વધ્યો છે અને આ જ કારણ છે કે, કંપનીઓ પણ વધુ સારા ઈનોવેશન્સ અને ફીચર્સવાળા સ્માર્ટફોન્સ 15 હજારથી 20 હજાર રૂપિયાના સેગમેન્ટની વચ્ચે લાવી રહી છે. અનેક બજેટ સ્માર્ટફોન્સ સારા પરફોર્મન્સિસ યૂઝર્સને ઑફર કરી રહ્યા છે પણ એક મોટો યૂઝરબેઝ છે જે વધુ ખર્ચ કરવા માટે તૈયાર છે અને ફીચર્સ સાથે સમાધાન કરવા માગતો નથી. આ કારણ છે કે, બજેટની સરખામણીએ મિડરેન્જ સેગમેન્ટ વધુ પૉપ્યુલર થઈ રહ્યો છે.

સારા પ્રોસેસરની ડિમાન્ડ

માર્કેટમાં આવી રહેલા ફેરફાર જણાવે છે કે, જ્યાં પહેલા યૂઝર્સ 10 હજાર રૂપિયા અને તેનાથી ઓછી કિંમતના ફોન ખરીદવા માગતા હતા, હવે તેમની જરૂરિયાતો પણ વધી છે. કંપનીઓ 15 હજારથી ઓછી કિંમતમાં પણ સારું પરફોર્મ કરનારા ફોન પાવરફુલ બેટરી અને કેમેરા સાથે લાવી રહી છે તેમ છતાં યૂઝર્સનો વિશ્વાસ તે ડિવાઈસિસમાં વધુ છે, જે વધુ સારા પ્રોસેસર સાથે આવે છે. આનો ફાયદો મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગ કરતી વખતે મળે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો