એપશહેર

Tecnoનો બે સેલ્ફી કેમેરાવાળો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Tecno Camon 16 Premierની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં બે સેલ્ફી કેમેરા છે. તેમજ પ્રાઈમરી કેમેરો 64 મેગાપિક્સલ છે.

I am Gujarat 13 Jan 2021, 4:10 pm
નવી દિલ્હી: Tecnoએ બુધવારે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Tecno Camon 16 Premier હેન્ડસેટમાં ડ્યુઅલ-સેલ્ફી કેમેરા સેટઅપ, 64 મેગાપિક્સલના રીઅર કેમેરા જેવી સુવિધાઓ છે. આ ફોન દેશમાં 20 હજારથી પણ ઓછા સેગમેન્ટમાં ઉપલબ્ધ કરાયો છે. ચાલો અમે તમને ટેક્નોના આ હેન્ડસેટની કિંમત, સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ વિશે જણાવીએ...
I am Gujarat 11


Tecno Camon 16 Premier: કિંમત અને ઉપલબ્ધતા
ટેક્નો કેમોન 16 પ્રીમિયર દેશમાં 16,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવાયો છે. ફોન ગ્લેશિયર સિલ્વર કલરનો છે. આ હેન્ડસેટ 16 જાન્યુઆરીથી ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. હેન્ડસેટ ઓફલાઇન રિટેલ આઉટલેટ્સ દ્વારા ખરીદી માટે પણ ઉપલબ્ધ રહેશે.

ટેક્નો કેમોન 16 પ્રીમિયરમાં 6.85 ઇંચની ફુલ એચડી + ડિસ્પ્લે છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 90 ટકા છે જ્યારે રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. ફોનમાં મીડિયાટેક હેલિયો G90T પ્રોસેસર છે. હેન્ડસેટમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

કેમેરા વિશે વાત કરીએ તો ટેક્નો કેમોન 16 પ્રીમિયરમાં ડ્યુઅલ-સેલ્ફી કેમેરા સેટઅપ છે. બે સેલ્ફી કેમેરા પણ તેની સૌથી મોટી ખૂબી છે. ફોનમાં ફ્રન્ટ પર 48 મેગાપિક્સલનો પ્રાઈમરી અને 8 મેગાપિક્સલનો સેન્સર છે. પાછળના ભાગમાં 64 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા સાથે ક્વાડ-રીઅર કેમેરા સેટઅપ છે. આ ઉપરાંત પાછળના ભાગમાં 8 મેગાપિક્સલના 2 મેગાપિક્સલ્સના બે સેન્ટર પણ આપવામાં આવ્યા છે. કેમેરા 30 ફ્રેમ્સ પ્રતિ સેકંડમાં 4K વિડીયોને સપોર્ટ કરે છે.

ટેક્નોના આ ફોનને પાવર આપવા માટે 4500mAhની બેટરી આપવામાં આવી છે. બેટરી 18 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે ફોનની બેટરીથી 28 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ, 42 કલાક કોલિંગ ટાઇમ અને 140 કલાક મ્યુઝિક પ્લેબેક ટાઇમ મળશે.

Tecno Camon 16 Premier: સ્પેસિફિકેશન્સ
પરફોર્મન્સ- MediaTek Helio G90T
ડિસ્પ્લે- 6.9 inches (17.53 cm)
સ્ટોરેજ- 128 GB
કેમેરા- 64 MP + 8 MP + 2 MP + 2 MP
બેટરી- 4500 mAh
રેમ- 8 GB
કિંમત (ભારતમાં)- 16999

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો