એપશહેર

પાંચ કેમેરા અને જબરદસ્ત બેટરીવાળા સ્માર્ટફોનનો ફ્લેશ સેલ આવતીકાલે, કિંમત 10 હજારથી ઓછી

શાઓમી રેડમીના આ બજેટ સ્માર્ટફોનનો પ્રથમ ફ્લેશ સેલ 17 ઑગસ્ટે યોજાશે, જાણો ફોનની કિંમત અને તેના તમામ સ્પેસિફિકેશન્સ વિશે

I am Gujarat 16 Aug 2020, 6:18 pm
નવી દિલ્હી: શાઓમી તરફથી લેટેસ્ટ Redmi 9 Prime સ્માર્ટફોન થોડા દિવસો પહેલા લૉન્ચ કરવામાં આવ્યો હતો અને આનો પ્રથમ ફ્લેશ સેલ સોમવાર 17 ઑગસ્ટ બપોરે 12 વાગ્યે આ ફોનનો શૉપિંગ વેબસાઈટ એમેઝોન અને Mi.comથી ખરીદી શકાશે. કંપનીનો નવો બજેટ ફોન અસલમાં Redmi 9ના ગ્લોબલ વર્ઝનનું રિ-બ્રાન્ડેડ વેરિયન્ટ છે, જેને જૂનમાં સ્પેનમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું.
I am Gujarat xiaomi redmi 9 prime to go on flash sale for the first time tomorrow price starts from 9999 rupees
પાંચ કેમેરા અને જબરદસ્ત બેટરીવાળા સ્માર્ટફોનનો ફ્લેશ સેલ આવતીકાલે, કિંમત 10 હજારથી ઓછી


Redmi 9 Primeની કિંમત

શાઓમીના આ સ્માર્ટફોનની કિંમત 9,999 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળા બેઝ વેરિયન્ટની છે. આ ફોનનું બીજું વેરિયન્ટ 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે અને તેને 11,999 રૂપિયામા ખરીદી શકાય છે. ફોનને ચાર કલર ઑપ્શન્સ સ્પેસ બ્લૂ, મિન્ટ ગ્રીન, સનરાઈઝ ફ્લેયર અને મેટ બ્લેકમાં ખરીદી શકાય છે.

Redmi 9 Primeના સ્પેસિફિકેશન્સ

સ્માર્ટફોનમાં 6.53 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 અને પિક્સલ ડેન્સિટી 394ppiની આપવામાં આવી છે. આમાં Aura 360 ડિઝાઈન, રિપલ ટેક્સચર અને 3D યૂનીબૉડી ડિઝાઈન આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં ઑક્ટાકોર મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે Mali-G52 GPU સાથે આવે છે. ફોનમાં ડેડિકેટેડ માઈક્રોSD કાર્ડ સ્લૉટ આપવામાં આવ્યું છે.

કેમેરા ફીચર્સની વાત કરીએ તો રિયર પેનલ પર ક્વૉડ કેમેરા સેટઅપ મળે છે. આમાં 13 મેગાપિક્સલનું મેઈન સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ કેમેરા, 5 મેગાપિક્સલનું મેક્રો સેન્સર અને 2 MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે ફોનમાં 8 MPનો ફ્રન્ટ કેમેરા વૉટરડ્રોપ નૉચ સાથે આપવામાં આવ્યો છે. ફોનમાં 5,020 mAhની બેટરી 18W ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો