એપશહેર

રાજસ્થાનના અફાટ રણની વચ્ચોવચ સર્જાયું મિની ગોવા, બીચ પર લોકો કરે છે મસ્તી!

ભારે વરસાદના કારણે આ રણ વિસ્તારની ચારેય બાજુ પાણી પાણી હોવાથી લોકો અહીં રણમાં પિકનિક માટે આવે છે.

I am Gujarat 31 Aug 2020, 6:21 pm
રાજસ્થાનના બારમેર જિલ્લામાં આવેલું એક સ્થળ આજકાલ સોશિયલ મીડિયા પર મિની ગોવાના નામથી પ્રખ્યાત થઈ રહ્યું છે. રાજસ્થાનમાં આવેલો બારમેર નામનો આ પ્રદેશ રણ વિસ્તાર છે. બારમેર અને આસપાસના જિલ્લાના અનેક લોકો અહીં રણમાં પિકનિક માટે આવે છે. અહીં મુલાકાતે આવતા લોકોના જણાવ્યા મુજબ તેમણે રણની આવી સુંદરતા અગાઉ ક્યારેય જોઈ નથી. આ રણ વિસ્તારમાં દરરોજ ઘણાં લોકો પિકનિક માટે આવી રહ્યા છે.
I am Gujarat a beachy wonder in the middle of desert in rajasthan
રાજસ્થાનના અફાટ રણની વચ્ચોવચ સર્જાયું મિની ગોવા, બીચ પર લોકો કરે છે મસ્તી!



અહીં દરરોજ ઘણાં લોકો પિકનિક માટે આવી રહ્યા છે

ભારે વરસાદના કારણે આ રણ વિસ્તારની ચારેય બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે. અહીં પિકનિક માટે આવતા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અહીં આવે ત્યારે કચરો અને ગંદકી ફેલાવે નહીં. રાજસ્થાનના આ રણ વિસ્તારને હવે નવા ટૂરિઝમ હબ તરીકે વિકસિત કરવાની યોજના છે. આ સ્થળની સુંદરતા ગોવા જેવી હોવાથી દરરોજ હજારો લોકો અહીં ફરવા માટે આવી રહ્યા છે.

અહીં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે

વાત જાણે એમ છે કે રાજસ્થાનમાં આવેલું આ રેડાણા નામનું ગામ પહાડોની વચ્ચે છે આવેલું છે અને ત્યાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે. જેના કારણે ત્યાં કોઈ દરિયો આવેલો હોય તેવું પ્રતીત થાય છે. અહીં જાણે રણની વચ્ચે દરિયાઈ બીચ આવેલો હોય તેવો અનુભવ થાય છે. આ સ્થળની સુંદરતા ગોવા જેવી હોવાથી દરરોજ હજારો લોકો અહીં ફરવા માટે આવી રહ્યા છે.

રણની આવી સુંદરતા અગાઉ ક્યારેય જોઈ નથી

રાજસ્થાનના બારમેરના સ્થાનિકે જણાવ્યું કે તેઓ નૈનિતાલ, ગોવા અને અન્ય સ્થળોએ ફરવા ગયા છે પણ અહીં જેવું કોઈ સ્થળ જોયું નથી. હવે સોશિયલ મીડિયા પર પણ આ જગ્યા ખૂબ જ પોપ્યુલર થઈ રહી છે. અહીં મુલાકાતે આવતા લોકોના જણાવ્યા મુજબ તેમણે રણની આવી સુંદરતા અગાઉ ક્યારેય જોઈ નથી. ભારે વરસાદના કારણે આ રણ વિસ્તારની ચારેય બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ રહી છે આ જગ્યા

આ ગામના એક સભ્યના જણાવ્યા અનુસાર દરવર્ષે અહીં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે લોકો અન્ય સ્થળે ફરવા નહીં જઈ શકતા હવે આ રણ વિસ્તારમાં ફરવા માટે આવી રહ્યા છે. જે લોકો અહીં ફરવા માટે આવ્યા તેમણે સોશિયલ મીડિયા પર આ જગ્યાના ફોટોગ્રાફ્સ શેર કર્યા. જે જોઈને વધુ લોકો અહીં ફરવા માટે આવી રહ્યા છે.

ટૂરિઝમ હબ તરીકે વિકસિત કરવા માટેની ડિમાન્ડ

રાજસ્થાનના બારમેર જિલ્લામાં આવેલું એક સ્થળ આજકાલ સોશિયલ મીડિયા પર મિની ગોવાના નામથી પ્રખ્યાત થઈ રહ્યું છે. અહીંના સ્થાનિક લોકો એ પ્રકારે ડિમાન્ડ કરી રહ્યા છે કે આ સ્થળને સરકારે ટૂરિઝમ હબ તરીકે વિકસિત કરવું જોઈએ. જેના કારણે અહીંના લોકોને સુવિધા ઉપલબ્ધ થાય. અહીં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે કે જેથી અહીં કાયદો જળવાઈ રહે અને કોઈ દુર્ઘટના બને નહીં.

Read Next Story