એપશહેર

સુરતથી સાવ નજીક આવેલા આ સુંદર સ્થળમાં જાણે સ્વંય પ્રકૃતિનો વાસ છે

આ સુંદર અને રમણીય સ્થળમાં રાત્રીરોકાણની પણ સુંદર વ્યવસ્થા છે

I am Gujarat 14 Oct 2020, 11:48 am
કોરોનાને કારણે લોકો છ મહિનાથી ઘરમાં જ પૂરાઈ રહેવા મજબૂર હતા. જોકે, હવે અનલોકની પ્રક્રિયા સાથે ધીરે-ધીરે બધું ખૂલી રહ્યું છે. લાંબા સમયથી બંધ એવા હરવા-ફરવાના સ્થળો પણ હવે અનલોક થઈ રહ્યા છે, જેમાંનું એક છે સુરતથી 85 કિલોમીટર દૂર આવેલું એકદમ શાંત અને રમણીય સ્થળ કેવડી.
I am Gujarat devdi eco tourism camp site is the best place to spend a weekend
સુરતથી સાવ નજીક આવેલા આ સુંદર સ્થળમાં જાણે સ્વંય પ્રકૃતિનો વાસ છે

(તમામ તસવીરો: Gujarat Information)


સુરત વનવિભાગની 'કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ' જાણે કુદરતી સૌંદર્યનો અદ્દભૂત ખજાનો છે. ટેકરીઓ અને જંગલોની વચ્ચે આવેલું આ સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ છે. અહીં આવી તમને પ્રકૃતિની ગોદમાં એટલી અદ્દભૂત શાંતિનો અનુભવ થશે કે તમે બહારની દુનિયા જ ભૂલી જશો.


કેવડી સુરતથી 85 કિલોમીટર અને માંડવીથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલું છે. અહીં જાણે પ્રકૃતિ સ્વંય વસતી હોય તેવો અનુભવ થાય છે. આમ તો આ કેમ્પસાઈટ વર્ષના તમામ દિવસો ખૂલ્લી હોય છે, પરંતુ કોરોનાને કારણે તેને પણ બંધ કરાયું હતું. જોકે, 16 ઓક્ટોબરથી તે ફરી ખૂલી રહ્યું છે.


સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે હાલ તેમાં રોજના માત્ર 100 પ્રવાસીઓને જ એન્ટ્રી અપાશે. તેની મુલાકાત લેવા માટે પણ કોઈ પરવાનગી મેળવવાની જરુર નથી. જોકે, રાત્રી રોકાણ માટે બુકિંગ કરાવવું જરુરી છે, જેના માટે 82382 60600 પર કોલ કરી માહિતી મેળવી શકાય છે.

Read Next Story