એપશહેર

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનો પ્લાન હોય તો પહેલા જાણી લો કેટલો ખર્ચ થશે

I am Gujarat 31 Oct 2020, 10:05 am
વિશ્વની સર્વોચ્ચ સરદાર પટેલની પ્રતિમા કેવડિયા કોલોનીને હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહી છે. જેના અંતર્ગત અલગ અલગ પ્રોજેક્ટ્સ અને આકર્ષણો શરૂ કરવામાં આવ્યા છે. જેના અનુસાર કુલ 21 પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યા છે. જે પૈકી 17 પ્રોજેક્ટ આજે વડાપ્રધાન મોદી દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમાં સી પ્લેન, ક્રૂઝ, રિવર રાફ્ટિંગ, એકતા મોલ, બટર ફ્લાય ગાર્ડ, એકતા મોલ, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, સહિતના અનેક પ્રકલ્પોને ખુલ્લા મુકવામાં આવ્યા છે.
I am Gujarat how much you have to spend if you want to visit statue of unity and travel kevadia tourist places
સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનો પ્લાન હોય તો પહેલા જાણી લો કેટલો ખર્ચ થશે


જો કે ગુજરાતી તરીકે સ્વાભાવિક જ ફરવા તો જઇએ પરંતુ ખર્ચ કેટલો થશે તેવો સવાલ થાય જ. જેને ધ્યાને રાખીને અમે તમામ સુવિધાઓની લઘુત્તમ ટિકિટને આધારે એક પેકેજ તૈયાર કર્યું છે. જેનાથી તમને અંદાજ મળી શકે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક ફેરો તમને કેટલામાં પ્રતિ વ્યક્તિ પડશે. આમાં પ્રાથમિક રીતે અલગ અલગ પ્રોજેક્ટની માત્ર એન્ટ્રી ફી ગણીએ તો 2900 રૂપિયાની આસપાસ થાય છે. જ્યારે બાળકો પ્રતિ બાળક 2500 રૂપિયાની આસપાસ માત્ર ટિકિટનો જ ખર્ત થશે. આ ઉપરાંત ત્યાં રોકાણ માટે અલગ અલગ સ્થળ અને અલગ અલગ સુવિધાના આધારે તથા ચા પાણી અને અન્ય ખર્ચાઓ અલગ થશે.

વિશેષ માહિતી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકારીક વેબસાઇટ https://statueofunity.in/ ની મુલાકાત પણ લઇ શકો છો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો