એપશહેર

રહસ્યમયી છે આ કુવો, પેટાળમાંથી પાણી નહીં પ્રકાશ નીકળે છે!

વિશિંગ વેલ: કુદરતનો એક એવો કોયડો જેનો જવાબ વિજ્ઞાનને આજ સુધી મળી શક્યો નથી

I am Gujarat 13 Sep 2020, 4:47 pm
ગજબ! કુવામાંથી પાણી નહીં પ્રકાશ આવે છે
I am Gujarat amazing the gardens of the quinta da regaleira initiation well
રહસ્યમયી છે આ કુવો, પેટાળમાંથી પાણી નહીં પ્રકાશ નીકળે છે!


વિજ્ઞાન ભલે ગમે તેટલી પ્રગતિ કરી લે પણ કુદરતના કેટલાક સવાલોના જવાબ શોધવા ખૂબ જ અઘરા છે. વિજ્ઞાને ખૂબ જ વિકાસ કર્યો છે અને એક સમયે અશક્ય લાગતી ઘણી બધી બાબતો આજે અત્યંત સરળ થઈ શકી છે. જોકે, આ બધાની વચ્ચે એ પણ સત્ય છે કે, માણસ કુદરત સામે તો વામણો જ છે. કુદરતના એવા અનેક કોયડા છે જેના જવાબ આજ સુધી વિજ્ઞાનને મળ્યા નથી. દુનિયામાં આજે પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાના રહસ્યો પરથી આજ સુધી પડદો ઉંચકી શકાયો નથી. જોકે, આના વિશે જાણવાના ખૂબ પ્રયત્નો થયા પણ અંતમાં તેને કુદરતની કરામત માની લેવામાં આવી. અહીં અમે આવી જ એક રહસ્યમયી જગ્યાનો ઉલ્લેખ કરી રહ્યા છે. દુનિયાભરમાં આને વિશિંગ વેલના નામે ઓળખે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ કુવામાંથી પાણી નહીં પરંતુ પ્રકાશ નીકળે છે. તો આવો જાણીએ, શું છે આ કુવાનું સમગ્ર રહસ્ય...

ઊંઘા ટાવર જેવો છે આ કુવો

દુનિયાભરમાંથી લોકો આ રહસ્યમયી કુવાને જોવા આવે છે


અમે જે કુવાની વાત કરી રહ્યા છીએ તે પોર્ટુગલના સિંતારાની નજીક આવેલો છે. આ કુવો ક્યૂન્ટા ડા રિગાલેરિયાની નજીક છે. તેની બનાવટ વિચિત્ર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ કુવામાં પ્રકાશની કોઈ જ વ્યવસ્થા નથી પણ તેમ છતાં આ કુવાની જમીનની અંદરથી એક પ્રકાશ નીકળે છે અને બહારની તરફ આવે છે. કુવામાંથી આવતા પ્રકાશના રહસ્યને સમજવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેનું કોઈ જ પરિણામ મળી શક્યું નથી.

ઊંધા ટાવર જેવો છે આકાર


જણાવી દઈએ કે, આ કુવાની ઊંડાઈ ચાર માળની ઈમારત જેટલી છે. ઊંડે જતા-જતા તે વધુ સાંકડો થતો જાય છે. ખાસ વાત એ છે કે, કુવાનો આકાર ઊંધા ટાવર જેવો છે. એટલે તેને ધ ઈનવર્ટેડ ટાવર સિન્ટ્રા કહેવામાં આવે છે. દુનિયાભરના લોકો આ કુવાને જોવા માટે આવે છે.

આ કારણે લોકો કહે છે 'વિશિંગ વેલ'

લેડીરિનથિક ગ્રોટા કુવાને વિશિંગ વેલ માનવા પાછળ એક ખૂબ જ ખાસ કારણ છે. દુનિયાભરમાં લોકો અહીં આવે છે અને પોતાની વિશેશ પૂરી થાય તે માટે દુઆઓ માગે છે. માન્યતા છે કે, આ કુવામાં સિક્કો નાખીને વિશ માગવામાં આવે તો તે જલ્દી પૂરી થઈ જાય છે. જણાવી દઈએ કે, આ કુવાનું નિર્માણ પાણીનો સંગ્રહ કરવાને બદલે ગોપનીય દીક્ષા સંસ્કારો માટે કરવામાં આવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો