એપશહેર

દુલ્હનને છોડીને ભાગ્યો વરરાજા, રોડ પર થયો હાઈવોલ્ટેજ ડ્રામા, વિડીયો વાયરલ

Bihar Bride Groom Video Viral: બિહારનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક છોકરો અને છોકરી કોર્ટમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા. ત્યારે જ છોકરો કોર્ટમાંથી ભાગી ગયો હતો. પછી શું હતું, છોકરી તેની પાછળ દોડી. હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ કે આખરે સમગ્ર મામલો શું છે?

Edited byદીપક ભાટી | Navbharat Times 31 Aug 2022, 4:47 pm
Bride-Groom Video: સોશિયલ મીડિયા પર વર અને કન્યાના અનેક વિડીયો વાયરલ (VIdeo Viral) થતા હોય છે. જો કે, હવે એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વર-કન્યાએ (Bride Groom)એવું કઈંક એવું કરી દીધું કે મામલો હાઈ વોલ્ટેડ ડ્રામામાં ફેરવાઈ ગયો. પ્રાપ્ત માહિતી અનુસાર આ કિસ્સો બિહારનો હોવાનું સામે આવી રહ્યું છે. જ્યાં રોડ પર દુલ્હન બૂમા પાડતી જોવા મળી રહી છે અને વરરાજાની પાછળ દોડી રહી છે. કારણ કે વરરાજા તેને છોડીને ભાગી રહ્યો હતો. સાથે એવું પણ જાણવા મળ્યું છે આ ઘટના કોર્ટની બહાર જ બની હતી. સ્થળ પર હાજર લોકોએ આ ઘટનાને જોઈ ચોંકી ગયા હતા.
I am Gujarat Bride Groom Viral Video
ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ



બિહારના નવાદા જિલ્લાના મહુલી ગામના રહેવાસી રામ અવતાર ચૌહાણીની પુત્રી ગુડ્ડી કુમારીના લગ્ન મહેકર ગામના રહેવાસી ચંદો ચૌહાણના પુત્ર સંદીપ કુમાર સાથે થવાના હતા. બન્યું એવું કે બંને એકબીજા સાથે ફોન પર વાત કરતા હતા. ગુરુવારે છોકરો છોકરીને મળવા તેના ગામ પહોંચ્યો હતો. પછી શું હતું, ગામના કેટલાક લોકો અને પરિવારજનોએ છોકરાને ત્યાં જોયો હતો. આ પછી જલ્દી જ બંનેના લગ્ન નક્કી થઈ ગયા. પહેલા તો છોકરો લગ્ન કરવા તૈયાર નહોતો. પરંતુ બાદમાં તે તૈયાર થઈ ગયો હતો.

કોર્ટમાં સહી કરતી વખતે ભાગવા લાગ્યો
બન્યું એવું કે બંનેના નવાદાની સિવિલ કોર્ટમાં લગ્ન થવાના હતા. છોકરો અને છોકરી બંને કોર્ટમાં પહોંચ્યા. જ્યારે વકીલે છોકરાને પેપર પર સહી કરવાનું કહ્યું ત્યારે તેણે પેન ફેંકી દીધી અને ભાગી ગયો. વિડીયોમાં જોઈ શકાય છે કે છોકરી છોકરાની પાછળ દોડી રહી છે. છોકરો રસ્તા પર દોડે છે અને તેની પાછળ છોકરી અને તેના સંબંધીઓ પણ છોકરાને પકડવા દોડે છે.

જુઓ વિડીયો

અહીં જુઓ બીજો વિડીયો
...અને છોકરો પકડાઈ ગયો
બાદમાં લોકોએ છોકરાને પકડી લીધો હતો. રસ્તા પર ભીડ એકઠી થઈ ગઈ. જોકે સગા-સંબંધીઓના કહેવા મુજબ ત્રણ મહિના પહેલા આ યુવતીના યુવક સાથે સંબંધ નક્કી થયો હતો. દહેજમાં પલ્સર બાઇક અને રૂ. 50,000 રોકડા પણ આપવામાં આવ્યા છે. ત્યારબાદ બંનેને પોલીસને હવાલે કર્યા હતા. બાદમાં બંનેને મહિલા પોલીસ સ્ટેશનને હવાલે કરાયા હતા. આ પછી બંનેના મંદિરમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો