એપશહેર

પત્ની સાથે થયો ઝઘડો, ગુસ્સો શાંત કરવા પતિ 450 કિલોમીટર ચાલ્યો!

પતિ-પત્ની વચ્ચે ઝઘડો સામાન્ય વાત છે, પરંતુ એક દંપતી વચ્ચે એવી જોરદાર બબાલ થઈ ગઈ કે, ગુસ્સો શાંત કરવા માટે પતિ 450 KM સુધી ચાલ્યો.

I am Gujarat 7 Dec 2020, 8:00 pm
પતિ-પત્નીમાં વચ્ચે ઝઘડો સામાન્ય વાત છે. પરંતુ ઇટાલીમાં એક દંપતી વચ્ચે એવો ઝઘડો થયો કે, પતિ ઘરેથી તોફાનની જેમ બહાર નીકળ્યો અને ગુસ્સો શાંત કરવા માટે ચાલીને 450 કિલોમીટરનું અંતર પાર કરી ગયો. Independentના અહેવાલ મુજબ આ 48 વર્ષીય વ્યક્તિ સ્વિટ્ઝરલેન્ડની સરહદની નજીક ઇટાલીના કોમો શહેરમાં રહે છે. તે કોમોથી ચાલતા ચાલતા ફાણો શહેર પહોંચી ગયો હતો. બંને શહેરો વચ્ચે 426 કિમીનું અંતર છે. આ વ્યક્તિ ફાણો પહોંચ્યા બાદ આશરે 30 કિમી ચાલીને એડ્રિએટિક કોસ્ટ પહોંચ્યા બાદ પોલીસે તેની અટકાયત કરી હતી.
I am Gujarat 11


પત્નીએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી
જ્યારે આ વ્યક્તિએ પોલીસકર્મીઓને 450 કિમી ચાલવાનું કારણ જણાવ્યું, તો તેઓને વિશ્વાસ ન થયો. પોલીસે જ્યારે વ્યક્તિ વિશે માહિતી એકત્રિત કરી તો વાત સાચી નીકળી. આ વ્યક્તિની પત્નીએ એક અઠવાડિયા પહેલા કોમો સિટીમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. અહેવાલો અનુસાર આ માણસનું શરીર ઠંડુ પડી ગયું હતું અને તે પણ ખૂબ થાકી ગયો હતો.

રસ્તામાં અજાણ્યા લોકોએ ખાવા ખવડાવ્યું
વ્યક્તિએ કહ્યું કે, હું એટલો ગુસ્સામાં હતો કે ખબર જ ના પાડી કે હું આટલો આગળ આવી ગયો. હું ફક્ત મારી જાતને શાંત કરવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. આ મુસાફરી દરમિયાન અજાણ્યા લોકોએ મને ખોરાક આપ્યો. આ વ્યક્તિ દિવસ દરમિયાન 64 કિમી ચાલતો હતો.

36 હજારનો દંડ ભરીને પતિને છોડાવ્યો
આ માહિતી મળતાં જ પત્ની તેના પતિને લેવા ફાનો શહેર પહોંચી હતી અને જણાવ્યું કે, એક અઠવાડિયા પહેલા મારી સાથે દલીલ કર્યા બાદ ઘરની બહાર નીકળી ગયા હતા. ત્યારથી તે લાપતા હતા. તેમને પરત લઈ જવા માટે મારે ફાનો પોલીસને 400 યૂરો (આશરે 36 હજાર રૂપિયા)નો દંડ ચૂકવવો પડ્યો. કારણ કે તેઓએ કોવિડને પગલે લાગુ પડેલા નાઈટ કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો