એપશહેર

આ છે દુનિયાની સૌથી મોંઘી હેન્ડબેગ, કિંમત ₹52 કરોડ

શાઇની લુકિંગ બેગમાં 130 કેરેટ હીરા અને 10 સફેદ ગોલ્ડ પતંગિયા લગાવવામાં આવ્યા છે.

I am Gujarat 28 Nov 2020, 4:38 pm
હેન્ડબેગની કિંમત કેટલી છે? હજારોનમાં હશે...ચાલો લાખ માની લઈએ… પણ ક્યારેય સાંભળ્યું છે કે એક બેગની કિંમત કરોડો રૂપિયાની છે. હા હા… ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ બોરીની મિલાનેસીએ એક થેલી બનાવી છે. જેની કિંમત 52 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
I am Gujarat world most expensive diamond bag of 52 crore will save ocean
આ છે દુનિયાની સૌથી મોંઘી હેન્ડબેગ, કિંમત ₹52 કરોડ


52 કરોડ રૂપિયા કિંમત
હા....આ બેગ છે. તેની કિંમત 6 મિલિયન યુરો છે. ભારતીય ચલણ મુજબ લગભગ 52 કરોડ રૂપિયા બેસે છે. શાઇની લુકિંગ બેગમાં 130 કેરેટ હીરા અને 10 સફેદ ગોલ્ડ પતંગિયા લગાવવામાં આવ્યા છે. તે હીરા અને ઘણા મોંઘા ઝવેરાતથી પણ સજ્જ છે.

આ હેન્ડ બેગની કિંમતમાંથી 800 હજાર યુરો દરિયાઇ સફાઇ માટે દાનમાં આપવાના છે. બ્રાન્ડના સહ-સ્થાપક મેટ્ટીઓ રોડોલ્ફો મિલાનેસી કહે છે, 'હું આ દિવસોમાં સમુદ્રમાં વધુ પ્લાસ્ટિક જોઉં છું. આ રોગચાળા દરમિયાન માસ્ક અને ગલ્વ્સ પણ ત્યાં જોવા મળે છે. ' તેમણે વધુમાં કહ્યું કે, આ બેગ બનાવવામાં 1000 કલાક લાગ્યાં છે. લોકો આ બ્રાન્ડના ઉમદા કારણની પ્રશંસા કરી રહ્યાં છે. જો કે કેટલાક લોકોએ આ અંગે પોતાના મતભેદો પણ વ્યક્ત કર્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો