એપશહેર

જગન્નાથ મંદિરમાં ખાસ ચડાવો થયો, ભીખ માગતી મહિલાએ 1 લાખ રૂપિયા દાન આપ્યું, અદભુત છે આ કહાની

ઓડિશામાં ભીગ માગી જીવનનું ગુજરાન ચલાવનાર એક વૃદ્ધ મહિલાએ કંઈ એવું કર્યું છે કે જેને લીધે તે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે. આ 60 વર્ષની મહિલા જગન્નાથ મંદિરને એક લાખ રૂપિયા દાન આપ્યું છે. તેની કહાની ખૂબ જ રોચક છે.તેનું કહેવું છે કે તે પોતાના જીવનના અંતિમ દિવસો ગણી રહી છે. આ સંજોગોમાં આ પૈસાનું હું શુ કરું. માટે જ આ પૈસા મે દાનમાં આપી દીધા છે. તેણે વધુમાં કહ્યું કે તેને પૈસાની કોઈ જ જરૂર નથી.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 17 Dec 2022, 10:55 pm
ઓડિશામાં ભાવુક કરી નાંખે તેવી એક ઘટના સામે આવી છે. એક 60 વર્ષની વૃદ્ધ મહિલાએ ભીખ માગી જીવનભર પૈસા ભેગા કર્યાં હતા અને હવે એક લાખ રૂપિયા તેણે જગન્નાથ મંદિરને દાનમાં આપી દીધા છે. 60 વર્ષની તૂલા બેહરાએ આ અંગે કહ્યું કે તે પોતાનું જીવન જગન્નાથ સમક્ષ સમર્પિત કરી દીધુ છે, માટે આ પૈસા દાન કરી દીધા છે. મંદીર વહીવટીતંત્રએ આ દાન લેવાનો ઈન્કાર કર્યો હતો, તેમ છતા મહિલા માની નહીં.
I am Gujarat Temple Thum


તૂલાએ ફૂલબની જન્નાનાથ મંદિર મેનેજમેન્ટ કમિટીને દાન કર્યું છે. તેનું કહેવું છે કે તે પોતાના જીવનના અંતિમ દિવસો ગણી રહી છે. આ સંજોગોમાં આ પૈસાનું હું શુ કરું. માટે જ આ પૈસા મે દાનમાં આપી દીધા છે. તેણે વધુમાં કહ્યું કે તેને પૈસાની કોઈ જ જરૂર નથી.

મજબૂરીમાં માગવી પડી ભીખ
બેહરા મૂળ કટકની રહેવાસી છે. ફૂલબનીમાં તેણે પ્રફુલ્લા બેહરા સાથે પ્રેમ થઈ ગયેલો. ત્યારબાદ તે ત્યાં જ રહી ગયેલી. જોકે બન્નેના લગ્ન બાદ તેના પતિ પ્રફૂલ્લ આ દુનિયા છોડી જતો રહ્યો. ત્યારબાદ તે નાના-મોટા કામ કરી જીવન ગુજરાન કરતા રહ્યાં. જોકે તેને એટલી આવક થતી ન હતી. તેનાથી વિપરીત તેના સ્વાસ્થ્ય પર પણ અસર થવા લાગી અને છેવટે ભીખ માગીને જીવન જીવવા મજબૂર થવું પડ્યું.

પોસ્ટ ઓફિસમાં જમા કરાવતી હતી પૈસા
જોકે ભીખ માગ્યા બાદ જે પણ થોડા પૈસાની બચત કરતી હતી, તે પોસ્ટ ઓફિસ અકાઉન્ટમાં જમા કરતી હતી. પોસ્ટ ઓફિસે તેને જાણ કરી હતી કે તેની રકમ રૂપિયા એક લાખને પાર થઈ ગઈ છે. ત્યારબાદ તેણે પોતાના પૈસા મંદિરને દાન કરવાનો નિર્ણય કર્યો છે. મંદિર કમિટીના અધ્યક્ષ સુનાસરી માહાપાત્રાએ જણાવ્યું કે જ્યારે તુલના રકરવામાં આવે તો આ અંગે સંપર્ક કરી પૈસા લેવાનો ઈન્કાર કર્યો હતો. જોકે તે પોતાના વલણ પર અડગ રહી હતી. ત્યારબાદ મંદિર કમિટીએ તેના પૈસા લેવાનો સ્વીકાર કર્યો હતો.

Read Next Story