એપશહેર

ડિપ્રેશન જેવું કંઈ નથી કહેતા લોકોએ આ વીડિયો જરુર જોવો જોઈએ, 1.5 કરોડથી વધુ વ્યુઝ મળ્યા

I am Gujarat 25 Jul 2020, 3:25 pm
સુશાંત સિંહ રાજપૂતની મોત બાદથી જ મેંટલ હેલ્થને લઈને લોકોએ ખૂલીને બોલવાનું શરું કર્યું છે. સોશિયલ મીડિયા પર તો I Am Here To Listen You કેમ્પેઇન જ ચાલી નીકળ્યું. જેનો અર્થ છે તમે તમારા મનની વાત વાત મને કહી શકો છો, હું તમને સાંભળવા માગું છું. ઘણા લોકોએ આ કેમ્પેઇનમાં ભાગ લીધો. જોકે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે એક સાથે અનેક ભ્રમ તોડી દીધા. ત્યાં સુધી કે આ વીડિયોને 1 કરોડથી વધુ વ્યુઝ મળ્યા. વીડિો મેન્ટલ હેલ્થ પર જ છે. તમે પહેલા આ વીડિયો સાંભળી લો પછી વાત...
I am Gujarat Mukund

https://www.instagram.com/tv/CCyyLCWDn93/?utm_source=ig_embedhttps://www.instagram.com/tv/CCyyLCWDn93/?utm_source=ig_embed&utm_campaign=loading
આ એક મોનોલોગ વીડિયો છે. પ્રથમેશ બરગે નામના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની શરુઆતમાં મુકુંદ મિશ્રા બનેલો આ વ્યક્તિ પોતાના ગામ જે યુપીમાં છે તેની વાત કરે છે. પોતાના પિતાની વાત કરે છે જે ગામડાની સ્કૂલમાં હેડ માસ્ટર છે અને પોતાના દીકરાના એન્જિનિયર બનાવવા માગે છે. આ માટે તેને મુંબઈની કોલેજમાં ભણવા મોકલે છે. અહીં ધીરે ધીરે તેને લોકો સાથે તાલમેલ બેઠો કે લોકડાઉન આવી ગયું.

ત્યારબાદ ધીરે ધીરે શરું થાય છે એકલવાયાપણાની એક કહાની જે વ્યક્તિને ડિપ્રેશન તરફ લઈ જાય છે. વીડિયોમાં મુકુંદ મિશ્રા કહે છે પોતે ઘણા સમય સુધી સુતો રહેતો. પપ્પા સાથે વાત કરવાનો પ્રયાસ કરતો હતો પરંતુ વાત નહોતી થતી. પછી આ વ્યક્તિએ એવા મિત્રોનો ઉલ્લેખ કર્યો જે સોશિયલ મીડિયા પર લખે છે I Am Here To Listen You પરંતુ હકીકતમાં જીવનમાં કોઈની વાત સાંભળતા નથી અને પોતાની આસપાસ આવા જરુરિયાતમંદ કોઈ સાથે વાત સુદ્ધા નથી કરતા.

મુકુંદ કહે છે સોશિયલ મીડિયા પર બધો ખેલ ફક્ત કંન્ટેન્ટનો છે. તેમને તો કોઈના પણ મોત પર નવું કન્ટેન્ટ મળી જશે. હકીકતમાં જરુરિયાત છે લોકોએ પોતાની આસપાસ નજર નાખવાની અને ગુમસુમ રહેતા વ્યક્તિ સાથે વાત કરવાની. તેના મૌન પાછળ ઘણું છુપાયેલું હોઈ શકે છે. આ ન્યુઝ ળખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં 55 હજાથી વધુ લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી છે દોઢ કરોડ કરતા પણ વધારે વાર જોવાયો છે. હકીકતમાં મુકુંદ મિશ્રા એક પાત્ર છે જેને પ્રથમેશ બરગેએ ખૂબ જ સારી રીતે ભજવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો