એપશહેર

VIDEO: ગામના છોકરાઓએ ખેતરમાં બનાવ્યા વિશાળ ગણેશજી, જુઓ ડ્રોન વ્યૂ

મહારાષ્ટ્રના સોલાપુરના બાલે ગામના યુવકોએ અડધો એકર જમીનમાં તૈયાર કરી આ કલાકૃતિ

I am Gujarat 20 Aug 2020, 4:29 pm
ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઈરલ થયો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. BabaEinsteindev નામના ટ્વીટર યૂઝરે આ વિડીયો શેર કર્યો છે. તેમના મતે, આ વિડીયો બાલે ગામનો છે. જે મહારાષ્ટ્રના સોલાપુરમાં આવે છે. ગામના કેટલાક છોકરાઓએ અડધા એકર જમીનમાં ગણેશજીની પ્રતિકૃતિ બનાવી છે.
I am Gujarat bale village solapur ganapati bappa morya goes viral
VIDEO: ગામના છોકરાઓએ ખેતરમાં બનાવ્યા વિશાળ ગણેશજી, જુઓ ડ્રોન વ્યૂ


જુઓ Video

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ખેતરમાં એક આકૃતિ દ્વારા તેમણે ગણપતિ બનાવ્યા છે વિડીયોમાં કેટલાક યુવકો પણ જોવા મળી રહ્યા છે. આ વિડીયોને સોશિયલ મીડિયા પર લોકો પસંદ કરી રહ્યા છે. વિડીયોને લાઈક્સ અને શેર પણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે યૂઝર્સને તેમના કામના વખાણ પણ કરી રહ્યા છે.

આગામી રવિવારે ગણેસ ચતુર્થી આવી રહી છે. કોરોનાની મહામારીને કારણે આ વર્ષે ગણેશ પંડાલમાં ભીડ જોવા નહીં મળે તેમજ મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવા પર પણ પ્રતિબંધ છે. એટલા માટે આ વર્ષે ઘરે જ રહીને ગણેશજીની સ્થાપના અને ઉજવણી કરવાનું લોકો પ્લાનિંગ કરી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો