એપશહેર

જોબ છોડી ફક્ત રુ. 5000માં શરું કર્યો હતો બિઝનેસ, આજે રોજની કમાણી છે રુ. 10000

ફક્ત બિઝનેસ કરવાના પ્લાનથી ન અટક્યા પણ તેને હકીકતમાં પણ અમલમાં મુક્યો અને આજે સફળતા પગ ચૂમી રહી છે.

I am Gujarat 26 Sep 2020, 4:42 pm
પ્રત્યેક બીજો વ્યક્તિ ઇચ્છે છે કે તે પોતાની લાઈફમાં ખુદનો બિઝનેસ કરે અને પોતાનો બોસ પોતે જ બને. આજે તો દરેક લોકો પાસે આઈડિયા પણ હોય છે. પરંતુ તેના પર કામ કરવાની જગ્યાએ પ્લાન બનાવતા રહે છે અને મોટી મોટી વાત કરતા રહે છે. પરંતુ કેટલાક હોય છે કે જેમની સક્સેસ સ્ટોરી સાંભળીને તમારામાં પણ જોશ આવી જાય છે અને તમે મહેનત કરવા માટે કમર કસી લ્યો છો. આવી જ એક વાત છે ઈલા નામના સફળ મહિલાની, ગુરુગ્રામના ઈલા પહેલા જોબ કરતા હતા પરંતુ તેમણે જોબ છોડી દીધી અને શરું કર્યો પોતાના બેકરી બિઝનેસ અને તે પણ ઘરેથી, હવે તો તેઓ આ બિઝનેસથી લાખો રુપિયા કમાય છે.
I am Gujarat delhi woman success story left job and started business with rs 5000 now earn in lakh
જોબ છોડી ફક્ત રુ. 5000માં શરું કર્યો હતો બિઝનેસ, આજે રોજની કમાણી છે રુ. 10000


ઈલાએ વેલકમ ગ્રુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ હોટેલ એડમિનિસ્ટ્રેશનથી હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. વર્ષ 2007માં તેમણે પોતોના બિઝનેસ શરું કર્યો. તેમણે પોતાનું હોમ બેકરી વેંચર શરું કર્યું. તેનું નામ રાખ્યું Truffle Tangles...


ફક્ત રુપિયા 5000ના રોકાણ સાથે ઈલાએ પોતાનો બિઝનેસ શરું કર્યો. આજે તે લગભગ લગભગ રુ. 10000 પ્રતિ દિવસ કમાણી કરે છે. તે પોતાની બેકરીમાં કેક, ગ્લુટેન ફ્રી બ્રેડ, કુકુીઝ, ચોકલેટ્સ, ડેઝર્ટ જેવી બેકરી પ્રોડક્ટ બનાવે છે. 40થી વધુ ખાવાની આઈટમ જેમ કે પેટી, સ્ટફ્ડ બન્સ, પિઝ્ઝા અને ગિફ્ટ હેમ્પર તેઓ આખા NCRમાં ડિલિવરી પણ કરે છે.

ગ્રેજ્યુએશન પછી કેટલાય વર્ષો સુધી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં તેમણે કેટલાય વર્ષો સુધી કામ કર્યું. બે વર્ષ તેમણે ચેન્નઈમાં ચોલ શેરેટનમાં પણ કામ કર્યું. ત્યાર બાદ તેમણે કોલકત્તા તાજ બંગાળમાં કામ કર્યું. ત્યાં તેમણે સેલ્સ અને માર્કેટિંગ ડિવિઝનમાં પાંચ વર્ષ કામ કર્યું. પછી લગ્ન બાદ પતિ સાથે તેઓ ગુરુગ્રામ આવી ગયા. બે અઢી વર્ષ સુધી તેમણે પરિવારને સંભાળ્યો, બાળકોનું ધ્યાન રાખ્યું. પછી આ નવું વેન્ચર શરું કર્યું.


તેમના એક મિત્રએ તેમનો સાથ આપ્યો અને શરું થયો એક નવો બિઝનેસ, તેમણે પહેલા તો કોઈ મેન્યુ બનાવ્યુ નહોતું. બધુ જ કામ તેમણે ખુદ પોતે કર્યું. ધીરે ધીરે તેમને બર્થ ડે પાર્ટી માટે ઓર્ડર મળવા લાગ્યા. તે સમયે સોશિયલ મીડિયાનું આટલું ચલણ નહોતું જેથી તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો.

એ સમયે ભાગ્યે જ બેકરીની દુકાનો જોવા મળતી હતી જેમાં ક્વોલિટી પેસ્ટ્રી મળતી હોય. લોકોને ઈલાની ચોકલેટ ટ્રફલ કેક ખૂબ જ પસંદ પડી અને બસ આ રીતે તેમનો બેકરી બિઝનેસ ચાલી નીકળ્યો. પછી તેમણે ફુડ મેળામાં સ્ટોલ લગાવવાનું શરું કર્યું. લોકો તેમને ઓળખવા લાગ્યા. સોશિયલ મીડિયા સાથે જ તેમને બિઝનેસને બુસ્ટ મળ્યો. તેઓ જુડવા બાળકોની માતા છે. તેઓ કહે છે કે ઘરેથી જ બેકરીનો વ્યવસાય એટલા માટે પસંદ કર્યો કેમ કે બાળકોની દેખભાળ પણ થઈ શકે અને પોતાનું કામ પણ થઈ શકે.


ઈલા કહે છે કે તેમના આ બિઝનેસમાં પરિવારે ખૂબ જ સાથ આપ્યો. ત્યાં સુધી કે અનેકવાર તો તેમના પતિ ખુદ પોતે ડિલિવરી કરવા ગયા છે. લોકડાઉન દરમિયાન પણ તેમણે ઇલા સાથે કામ કર્યું છે. ઈલા આજે પણ અનેક કલાકો સુધી કામ કરે છે. ઇલાની સક્સેસ સ્ટોરી કહે છે કે લાઇમાં કંઈ પણ સહેલાઈથી નથી મળતું મહેનત કરો સફળતા જરુર મડશે.

Read Next Story