એપશહેર

વૃદ્ધા કોકપિટમાં મહિલા પાઈલટને જોઈને પોતાની જીભને રોકી ના શકી

કોકપિટ જોવા માગતી વૃદ્ધા મહિલા પાઈલટને જોઈને એવું બોલી ગઈ કે લોકો હસવું ના રોકી શક્યા

I am Gujarat 19 Nov 2020, 2:10 pm
રાજકારણ હોય કે રણભૂમિ ભારતીય મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. મહિલાઓની પ્રગતિ ઘણાં ક્ષેત્રો માટે કારગત સાબિત થઈ રહી છે. આવામાં મહિલાઓ એર હોસ્ટેસ સુધી સિમિત રહેવાના બદલે પાઈલટ તરીકે પણ સફળ થઈ રહી છે. આવી જ એક ભારતીય મહિલા પાઈલટની કહાની સામે આવી છે કે જેમાં બીજી મહિલાને એ જાણીને ભારે આશ્ચર્ય થાય છે કે એક મહિલા પણ પ્લેન ઉડાવી શકે છે. મહિલા પાઈલટે કરેલી ટ્વીટ ઘણી જ વાયરલ થઈ રહી છે.
I am Gujarat lady pilot says an elderly lady wanted to look into the cockpit and when she saw me she exclaimed in an haryanvi accent
વૃદ્ધા કોકપિટમાં મહિલા પાઈલટને જોઈને પોતાની જીભને રોકી ના શકી


વાત છે હના ખાન નામની મહિલા પાઈલટની કે જેણે 15 નવેમ્બરના રોજ એક ટ્વીટ કરીને પોતાની સાથે બનેલી રમૂજ ઘટના અંગે જણાવ્યું છે. એક વૃદ્ધ હરિયાણાની મહિલા મુસાફરે પોતાની મુસાફરી દરમિયાન કોકપિટ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેઓ જ્યારે કોકપિટમાં પહોંચ્યા તો જોયું કે કોઈ પુરુષ નહીં પણ એક મહિલા જ પ્લેન ઉડાવી રહી હતી. આ પછી હરિયાણાની બોલીમાં વૃદ્ધા જે કહ્યું તે સાંભળીને મહિલા પાઈલટ હસી-હસીને લોટપોટ થઈ ગઈ હતી.

કોકપિટ જોવાની ઈચ્છા વ્યક્ત કરનારી મહિલાએ પાઈલટ સીટ પર એક મહિલાને બેઠેલી જોઈ તો તેમને ભારે આશ્ચર્ય થયું. તેમનાથી હરિયાણાની બોલીમાં એકદમ બોલાઈ ગયું કે, "ઓય યહાં તો છોરી બેઠી!" આ સાંભળીને ત્યાં બેઠેલા લોકો હસવા લાગ્યા. વૃદ્ધ મહિલા મુસાફરે જે પ્રમાણેનું રિએક્શન આપ્યું હતું તે સાંભળીને લોકો પોતાનું હસવું રોકી જ ના શક્યા.


હનાએ પોતાની વાત ટ્વીટર દ્વારા 15 નવેમ્બરે જણાવી હતી. આ ટ્વીટને અત્યાર સુધીમાં ઘણાં લોકોએ પસંદ કરી છે. 16 હજાર જેટલા લોકોએ આ ટ્વીટને પસંદ કરી છે જ્યારે 1 હજાર કરતા વધારે લોકોએ તેને રિ-ટ્વીટ કરી છે અને 300થી વધારે લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.

પાઈલટ હનાએ કરેલી ટ્વીટ પર લોકોએ વિવિધ સવાલો પણ કર્યા છે અને તેના પણ હનાએ જવાબ આપ્યા છે. જેમાં એક યુઝરે પૂછ્યુ છે કે શું મુસાફર કોકપિટ જોઈ શકે છે? જેના જવાબમાં હના લખે છે કે, હા જો અમે પ્લેન ઉતારી દીધું હોય અને પાઈલટ વ્યસ્ત ના હોય તો તમે વિનંતી કરી શકો છો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો