એપશહેર

અજીબ કિસ્સોઃ કુતરાને ગોળી મારવા જતાં પોતાના જ દિકરાને શૂટ કરી બેઠી મહિલા

મહિલાએ ડોગ બ્રૂનોને મારવા ત્રણ વાર ફાયરિંગ કર્યું, જે દરમિયાન એક ગોળી એના જ પાંચ વર્ષના પુત્રના પેટમાં વાગી. પુત્ર હાલમાં હોસ્પિટલમાં છે

I am Gujarat 2 Jun 2021, 5:59 pm

હાઈલાઈટ્સ:

  • પડોસીના પાળતુ કુતરાને ગોળી મારવાનો પ્રયત્ન કરતા મહિલાએ ત્રણ વાર ફાયરિંગ કર્યું
  • ફાયરિંગના અવાજથી આસપાસ રહેતા લોકો સ્ટ્રીટમાં દોડી આવ્યા હતા
  • પોલીસે મહિલાની ધરપકડ કરી કાર્યવાહી શરુ કરી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 3
વોશિંગટનઃ આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઘણા રમુજી વીડિયોમાં જોવા મળે છે કે, પ્રાણીઓ સાથે ચેડાં કરતાં લોકોને ખરાબ પરિણામ ભોગવવા પડે છે, પરંતુ અમેરિકાના ટેક્સાસમાં એક અજીબ અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા કુતરાને ગોળી મારવાના પ્રયત્નમાં પોતોના પાંચ વર્ષના દિકરાને શૂટ કરી બેઠી.
પાલતું કૂતરાને ફુગ્ગા સાથે બાંધીને હવામાં ઉડાવ્યું, પોલીસે કરી ધરપકડ
હ્યુસ્ટન પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા ગલીમાં દોડી રહેલા દોડી રહેલા પાડોસીના પાળતુ કુતરાને ગોળી મારવા માંગતી હતી પરંતુ એ ગોળી કુતરાને ન લાગતા તેના જ સંતાનને વાગી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ 24 વર્ષની મહિલા તેના પુત્ર અને પરિવારના અન્ય સભ્યો સાથે સ્ટ્રીટ સાયકલિંગ કરી રહી હતી. આ દરમિયાન 6 મહિનાનો બ્રૂનો (ડોગ) પણ ગલીમાં ફરી રહ્યું હતું. પડાસીઓના જણાવ્યા મુજબ આ દરમિયાન જ ગોળીનો અવાજ આવ્યો હતો.
બે મધમાખીની તાકાત જોઈને દંગ રહી જશો, કોલ્ડ્રીંકનું બંધ ઢાકણું ખોલી નાખ્યું
આ અંગે કુતરાના માલિકનું કહેવુ હતું કે, ગોળીના અવાજ સાંભળતા હું બહાર આવ્યો ત્યારે જોયું કે બ્રૂનો ભસી રહ્યો હતો. જેથી લાગ્યુ કે કોઇ મહેમાન આવ્યું છે. પરંતુ બ્રૂનો હેરાન પરેશાન થઇ આમતેમ ભાગી રહ્યો હતો અને તેના પગમાં ઇજા થઇ હતી.
આ બે તરબૂચ 18 લાખ રૂપિયામાં વેચાયા, જાણો એવું તો શું છે તેમાં ખાસ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કુતરાને મારવા માટે મહિલાએ ત્રણ વાર ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક ગોળી તેના દિકરાને પેટમાં વાગી હતી. આ ફાયરિંગ નાની કેલિબર પિસ્ટલથી કરાયું હતું. મહિલાનો ઘાયલ પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ કેસમાં આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી ગંભીર ગુના હેઠળ કાર્યવાહી શરુ કરી છે.

Read Next Story